તડકાના કારણે પગમાં કાળાશ આવી ગયી છે???તો આ રહ્યા ઉપાયો…
વધુ સમય તડકામાં રહેવાથી પગની સ્કિનમાં કાળાશ આવી જાય છે. તળકાની ખરાબ અસર માત્ર ચહેરા પર જ નહિ પરંતુ ડોક,હાથના બાવળા,પીઠ વગેરે પર પણ થાય છે.પરંતુ મોટા ભાગની યુવતીઓ પગની આ કાળાશને નજર અંદાજ કરે છે,અને ચહેરા પર વધુ ધ્યાન આપતી હોય છે.તો અહીં કેટલીક એવી ઉપયોગી ટિપ્સ આપીશું જેના ઉપયોગથી તમારા પગની કાળાશ દૂર થશે.
કાકળીનો ઉપયોગ માત્ર આંખના ડાર્ક સર્કલ્સ દૂર કરવા નહિ પરંતુ પગના ટોનીંગની સમસ્યાને દૂર કરવા માટે પણ કરી શકો છો. જેના માટે કાકળીના રસમાં એક ચમચી ખાંડ મિક્સ કરી તે મિશ્રણનું હળવા હાથે પગમાં મસાજ કરો. પછી તેને ઠંડા પાણીથી સાફ કરો અને પગની કાળાશને દૂર કરો.
પગની કાળાશ દૂર કરવા માટે તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો. જેના માટે એક ચમચી છાશમાં એક ચપટી હળદળ મિક્સ કરો અને પગમાં લગાવો,એક કલાક રાખ્યા બાદ પગને નવશેકા પાણીથી સાફ કરી લ્યો. આટલું કરવાથી પગની રંગત વધે છે.
દહીંના ઉપયોગથી પણ પગનો નિખાર વધારી શકાય છે.એના માટે બે ચમચી દહીંમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેને પગમાં લગાવો અને અડધા કલાક બાદ તેને નવશેકા પાણીથી સક કરી લ્યો.