હાલ સમગ્ર ભારતમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ અલગ-અલગ પંડાલમાં લોકો વિવિધ પ્રકારના ગણપતિને વિરાજમાન કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને 16 વર્ષ પહેલાં 27 કેરેટનો રિયલ ડાયમંડનો એક હીરો મળી આવ્યો હતો. જે ગણપતિ આકારનો હોવાને કારણે પરિવારને આ ડાયમંડને પોતાના ઘરમાં રાખ્યો છે. ગણપતિ સ્થાપનાના દિવસે તેની સ્થાપન વિધિ કરતા હોય છે. જોકે, આ ગણપતિની બજાર કિંમત જોવા જઈએ તો, હાલના બજાર પ્રમાણે 500 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં રિયલ ડાયમંડના ગણેશની સ્થાપના પણ કરવામાં આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પાંડવ પરિવારને પહેલા ડાયમંડના દલાલી સમયના કામમાં તેમને એક પેકેટમાંથી હીરો મળી આવ્યો હતો જેનો આકાર દુંદાળા દેવ ગણપતિ જેવો જ છે. આ પરિવારની લાગણી જોડાઈ હોવાને લઈને 27 કેરેટનો તેમને ન વેચી પોતાની પાસે રાખ્યો હતો. વર્ષોથી આજના દિવસે પરિવાર તેમની સ્થાપના કરતા હોય છે.
આ હિરાની કિંમત આજની બજાર કિંમત પ્રમાણે જોવા જઈએ તો અંદાજિત 500 કરોડ રૂપિયા થાય છે. હીરાને પરિવારે ડાયમંડ ઓફ ઇન્ડિયામાં તપાસ કરાવતા તે નેચરલ ડાયમંડ છે અને તે સિંગલ પીસમાં હોવાનું સર્ટિફિકેટ પણ તેમની પાસે છે.
આ પરિવાર દ્વારા આ ડાયમંડને છેલ્લા 16 વર્ષથી સાચવીને રાખવામાં આવ્યો છે. આજના દિવસે તેમની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ બાદ આ ડાયમંડને દૂધમાં ધોયા બાદ ફરી તેને લોકરમાં મૂકી દેવામાં આવતા હોય છે. પરિવારની આસ્થા જોડાયેલી હોવાથી ડાયમંડની કોઈ કિંમત નથી પણ આજની બજાર કિંમત જોવા જઈએ તો આ ડાયમંડ 500 કરોડની આજુબાજુ તેની કિંમત મૂકી શકાય.
આ ડાયમંડ સુરતના કતારગામ વિસ્તારમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પાંડવ પરિવારને ત્યાં લોકો આવીને આ રિયલ ડાયમંડના ગણેશજીની પૂજા અને દર્શન કરતાં હોય છે. જોકે, પરિવારની આસ્થા જોડાયેલી હોવાથી ડાયમંડની કોઈ કિંમત નથી પણ આજની બજાર કિંમત જોવા જઈએ તો આ ડાયમંડ 500 કરોડની આજુબાજુ તેની કિંમત મૂકી શકાય.