એ તો આપણે સૌ જાણીએ છીએ કે કોઇ પણ ખુશીની વાત ઉપર તાલી વગાડવી એ સામાન્ય વાત છે. પછી તે કોઇનો ઉત્સાહ વધારવાની વાત હોય કે ધાર્મિક સ્તૃતિ હોય કે પછી કોઇના અભિવાદન માટે હોય સૌથી સરળ અને અસરકાર રીત એટલે તાલીઓથી વધાવવાની રીત. મિત્રો જાણીને આશ્ર્ચર્ય થશે કે તાલી વગાડવાથી માત્ર હરખ દેખાડવો એ જ નહિં. પરંતુ તાલી વગાડવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે તો આવો જોઇએ તાલી વગાડવાથી કેવા કેવા રોગ અને બીમારીમાં ફાયદો થાય છે.
– કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ થાય છે…….
વર્તમાન સમયમાં કોલેસ્ટ્રોલની બીમારી ગંભીર સમસ્યા બની છે અને મહત્તમ લોકો આ બિમારીનો શિકાર બની રહ્યા છે એટલા માટે જ એ જાણવું જરુરી છે કે તાલી વગાડવાથી લોહીમાં રહેલાં કોલેસ્ટ્રોલનાં લેવલને ખૂબ ઓછુ કરી શકાય છે. તેમજ લોહીનું પરિભ્રમણ પણ ખૂબ સારું થાય છે.
– બ્લડ પ્રેશર કંટ્રોલ..
તાલી વગાડવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા ઘણી સફળતા મળે છે એટલે બને તેટલી તાલી વધુ વગાડવી.
– ડાયાબીટીસ, અસ્થમાં વગેરેમાં લાભદાયી….
ઓછામાં ઓછી ૧૫૦૦ વાર તાલી વગાડવાથી ડાયાબીટીસ, અસ્થમા, હદ્ય રોગ, જેવી બીમારીઓમાં ખુબ જ રાહત મળે છે.
– ત્રણ રોગનો ઇલાજ….
દરરોજ અડધી કલાક તાલી વગાડવાથી સર્દી, ઉધરસ, વાળનું ખરવુ, અને શારીરીક દર્દ જેવી મુશ્કેલીઓથી સંપૂર્ણ રીતે રાહત મળે છે. તો રાહ શેની જુઓ છો ! તંદુરસ્તી ખરેખર તમારા હાથમાં જ છે. વગાડો તાલી અને રહો સ્વસ્થ….