- કુંભમેળામાં જતાં ગુજરાતી શ્રદ્ધાળુઓની કારને નડ્યો અકસ્માત
- અકસ્માતમાં 1 મહિલાનું મો*ત
- કારમાં સવાર અન્ય સાત વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ-વિદેશ સહીત ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે નવસારીથી કાર લઇને મહાકુંભમાં જઇ રહેલા શ્રદ્ધાળુઓની કારને ચિત્રકૂટ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં એક મહિલાનું મો*ત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ હાલ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, નવસારીની જલારામનગર સોસાયટીમાં રહેલા સ્વાતિ પટેલ પોતાના સગા-સંબંધીઓ સાથે મહાકુંભમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રવિવારે રાત્રે ચિત્રકૂટ પાસે અકસ્માત સર્જાયો હતો. ત્યારે પાછળથી આવી રહેલી અન્ય કાર તેમની કારને ઓવરટેક કરવા જતાં ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં સ્વાતિ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મો*ત નીપજ્યું હતું, જ્યારે આ અકસ્માતમાં અન્ય 7 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મહાકુંભમાં સ્નાન કરવા નીકળેલા સ્વાતિ પટેલની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી. ત્યારે મૃતક સ્વાતિ પટેલના મૃ*તદેહને નવસારી લાવવામાં આવ્યો હતો અને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમજ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકો સુરક્ષિત હોવાથી તમામ લોકો ઘરે પરત ફર્યા હતા.
સાતને ઈજા
નવસારીના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિ તેમના સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જવા નીકળ્યા હતા. અકસ્માતમાં સ્વાતિને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેને કારણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કારમાં સવાર અન્ય સાત વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી.
મૃતદેહ નવસારી ખસેડાયો
ઉત્તર પ્રદેશ પોલીસ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે. સ્વાતિ પટેલના મૃ*તદેહને નવસારી લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.