અત્યાર સુધીમાં 2167 લોકોનું સ્થળાંતર: 165 સગર્ભાઓને પી.એચ.સી., સી.એચ.સી.માં દાખલ કરાઈ: આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય: જિલ્લાની પરિસ્થિતિ પર નજર રાખતા અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવતા પ્રમુખ ભુપત બોદર
ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની ગંભીરતા ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહ મંત્રી અમીતભાઈ શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સતત નજર રાખી રહ્યાં છે.જયાં જરૂર પડે ત્યાં અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સવલતો પુરી પાડી રહ્યાં છે.ત્યારે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખતા રાજકોટ જિલ્લા પંચાયત તમામ પ્રકારે સજ્જ છે.રાજકોટના પ્રભારી મંત્રીશ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ભાઈ ઢોલરીયા ની સતત કાયઁશીલ રાજકોટ જિલ્લાની ટીમે તમામ પ્રકારે વાવાઝોડાની આફત સામે તૈયારી પૂર્ણ કરી છે.
ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર સતત જિલ્લાની અને તાલુકાઓની ટીમ પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવી રહ્યાં છે.જિલ્લાના તલાટી સહીત તમામ કર્મચારીઓને ફરજિયાત હેડ કવાર્ટર નહીં છોડવા સૂચનાઓ આપવામાં આવી છે. કોઈ પણ પ્રકારની નુકસાની કે અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક તાલુકા તથા જિલ્લાના કંટ્રોલરૂમમાં જાણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.કાચા તથા જોખમી વસાહતોમાં વસવાટ કરનારા તમામ લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી કુલ 2167 લોકો નુ સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જિલ્લાની સગર્ભા સ્ત્રીઓ કે જેઓની સંભવિત પ્રસુતી ની તારીખ 13 થી 17 જૂન સુધીની છે તેવા 176 બહેનોને નજીક ના પી.એચ.સી.( PHC) અથવા સી.એચ.સી.( CHC) સેન્ટર માં દાખલ કરવામાં આવ્યા આવ્યા છે.દરેક ગામમા ગ્રામ પંચાયત દ્વારા સેટલહોમ તૈયાર કરવામાં આવ્યાં છે જ્યાં પંચાયત અને આરોગ્ય વિભાગની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.1360 આંગણવાડી કેન્દ્રો તથા 852 પ્રાથમિક શાળાઓ ના બિલ્ડિંગો મા જરૂરત પડ્યે અસરગ્રસ્તોને આશરો આપવામાં આવશે.જિલ્લા પંચાયતમાં 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો તે જ રીતે તાલુકા વાઇસ તમામ 11 તાલુકાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.અને આ તમામ કંટ્રોલરૂમના નંબરો ગ્રામ્યવિસ્તારના લોકો ની મદદ માટે જાહેર કરવામાં આવ્યા છે.