11મી એ થશે લોન્ચ; સેમી કલાસિકલ ગરબાનું સંગીત, નવુ કંપોઝીશન, નવા શબ્દો, છંદોનું રાગો આધારિત કમ્પોઝીશન ઓમ દવે દ્વારા કરાયુ છે
આસો મહિનાની નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રી વર્ષમાં બે વખત આવે છે માં આદ્યશક્તિ માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન દ્વારા તેમના ભક્તો તેમને રિઝવવા પ્રયત્ન કરતા હોય છે એ જ રીતે નાદબ્રહ્મ ગ્રૂપના કલાકારો દ્વારા.. હે.. માં.. તમે.. પધારો નામના ટાઈટલ ધરાવતો ગરબો ચૈત્રી નવરાત્રિ દરમિયાન રજૂ કરી માતાજીના આશીર્વાદ મેળવવા પ્રયાસ કરેલ છે
હે.. માં.. તમે.. પધારો ટાઈટલ ધરાવતો આ ગરબા ની વિશેષતા એ છે કે જૂનો પ્રાચીન ગરબો તેની સાથે નવું જ કમ્પોઝિશન તેમજ નવાજ શબ્દો નામકરણ દ્વારા આ ગરબાને ક્લાસિકલ ગરબાનું સ્વરૂપ આપી તેમજ છંદ જે સામાન્ય રીતે ગવાય છે તેના કરતાં અલગ જ રીતે રાગ આધારિત કમ્પોઝ કરી અને સૈમી ક્લાસિકલ ગરબા ને સંગીત ના ઘરેણાં પહેરવામાં આવેલ છે.
ગરબાને સુમધુર કંઠ ઉર્વશી પંડ્યાએ આપેલ છે તેમજ શેમી ક્લાસિકલ ગરબા નું સંગીત તેમજ નવું કમ્પોઝિશન, નવા શબ્દો, તેમજ છંદોનું રાગો આધારિત કમ્પોઝીશન ઓમ દવે દ્વારા કરવામાં આવેલ છે. ગરબામાં કોરસમાં દિશા પંડ્યા, હેતલ દવે, તેમજ કોમલ પાઠક છે
રીધમ એરજમેન્ટ નિલેશ પાઠક અને ભાર્ગવ જાનીનું છે ઓડીયો મીકસીંગ રોકી જેસિંગ તેમજ ઓડિયો રેકોર્ડિંગ વ્રજ ઓડિયો રાજકોટની છે
નવા શબ્દો સાથે આ પ્રાચીન પ્રાચીન ગરબાનું મિશ્રણ કરી નવાજ સેમી ક્લાસિકલ શબ્દો માં નવા કમ્પોઝિશન સાથે કર્ણપ્રિય સર્જન દ્વારા માં જગદંબા ના આશીર્વાદ મેળવવા સૂરબ્રહ્મ ગ્રુપના કલાકારોએ નમ્ર પ્રયાસ કરેલ છે
આ ગરબા ની એક ખાસિયત એ પણ છે કે તેના વિડીયો માં નવદુર્ગા માતાજી ના વિવિધ સ્વરૂપોને તેના શબ્દો અનુસાર જીવન દર્શન તેના પ્રતિકો સાથે વણી લઇ કરાવવામાં આવેલ છે ચૈત્રી નવરાત્રી પર માતાજીના ગુણગાન ગાતા પ્રાચીન ગરબાને સૂરબ્રહ્મ ના ગ્રુપ દ્વારા રજુ કરવા મા આવનાર છે અને માતાજીના આશીર્વાદ મેળવવા પ્રયાસ કરેલ છે..
આ સેમી ક્લાસીકલ ગરબો તા. 11/4/ર0ર1 ને રવીવાર ના રોજ લોન્ચ કરવામા આવશે. તેમ ‘અબતક’ની મુલાકાતે આવેલા કલાકારો દ્વારા જણાવાયું છે.