• ઉનાળામાં લીંબુ રૂ. 150 થી 200ના કિલો,  આદુ 200ના કિલો, કાચી કેરી 100 થી 120ના કિલો, ચોરા, ભીંડો, ગુવાર, વટાણા, કોબીજ સહિતના શાકભાજીમાં પણ ભાવ વધારો

દિન-પ્રતિદિન મોંઘવારી વધી રહી છે. જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફાગળ માસથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે.

ઉનાળામાં સામાન્ય રીતે શાકભાજીના ભાવમાં નજીવો વધારો થતો હોય છે. રાજકોટમાં અત્યારે ગરમીથી  લોકો પરેશાન છે.

અને શાકભાજીના ભાવથી ગૃહિણી પરેશાન છે.રાજકોટના ઉનાળાના પ્રારંભથી ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોચ્યો છે. ત્યારે  શહેરના  માર્કેટીંગ યાર્ડમાં શાકભાજીના ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળશની સિઝનમાં લીંબુની વધુ ખપત હોય છે.  ઉનાળાના  પ્રારંભથી જ લીંબુના ભાવએ દાંત ખાટ્ટા કર્યા છે. હાલ બજારમાં લીંબુના  150 થી  200 રૂ. કિલોનો ભાવ જોવા મળી રહ્યો છે. જયારે આદુનો  ભાવ પણ  180 થી 200 રૂ. કિલો છે.

Hey Ram... Now if there was left, even vegetables became 'expensive'
Hey Ram… Now if there was left, even vegetables became ‘expensive’

ધમધોખતા તડકાના  કારણે ગામડાઓમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

જેના કારણે  કેટલાક શાકભાજીના ભાવમાં વધારો  થયો છે. જેમ કે  ગાજર, વાલોર, ગુવાર, ટામેટા,  રીંગણાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેમજ ચોળી, વટાણા, કારેલા, ડુંગળીના ભાવમાં નજીવો બદલાવ  આવ્યો છે. જેથી ગૃહિણીઓનાં ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે.

દર વર્ષે ઉનાળામાં શાકભાજીના ભાવમાં વધારો થાય છે: પ્રેમજીભાઈ સાકરીયા

અબતક સાથેની વાતચિતમાં લાખાજીરાજ શાક માર્કેટ એસો.ના પ્રમુખ પ્રેમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતુ કે દર વર્ષે ઉનાળામાં  શાકભાજીના ભાવમાં વધારો  થાય છે. ઉનાળામાં હાલ શાકભાજીમાં લીંબુના કિલોના ભાવ રૂ. 150 થી 200, આદુના કિલોના  150 થી 200, મરચાના કિલોના  80 થી 120, ચોરાના  120 થી  140 રૂ. ભીંડોના 120 થી  140, કારેલા 100 થી 120 કિલોના ભાવ હાલ છે.

હાલ શિયાળુ સિઝનના શાકભાજી વાલોર, ગાજર, કોબીજ, ટમેટા, રીંગણા, વટાણા, વગેરેના ભાવમાં વધારો થાય છે. જયારે ઉનાળુ શાકભાજી ચોરા, ભીંડો, ગુવાર, કારેલાના ભાવમાં ધીમેધીમે ઘટાડો થાય છે. થોડા જ દિવસોમાં  અથાણાની કેરી, ગુંદા આવવાની શરૂઆત થઈ જશે. હાલ ગુંદાના કિલોના 200 થી  250 રૂપીયા છે. જયારે કાચી કેરીના  100 થી 120 રૂપીયા છે. આગામી દિવસોમાં કાચી કેરી, અથાણાની કેરી અને ગુંદાના ભાવમાં ઘટાડો થશે વેફરના  બટેકાનો કિલો નો ભાવ રૂ. 250 થી  40 છે.

શાકભાજીના ભાવ

શાકભાજી ભાવ કિલોમાં રૂ.

  • લિંબુ 150 થી 200
  • આદુ 150 થી 200
  • મરચા 80 થી 120
  • વાલોર 100 થી 120
  • ગાજર 60 થી 80
  • કોબીજ 40 થી 50
  • ટમેટા 30 થી 40
  • વટાણા 100
  • ભીંડો 80 થી 120
  • ચોરા 120 થી 140
  • ગુવાર 120 થી 140

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.