ચીનની સ્માર્ટફોન કંપની જિયોની દેવાળું કાઢે તેવી સ્થિતિમાં છે. ચીનની મિડિયા વેબસાઈટ જેમિયાંના જણાવ્યા પ્રમાણે જિયોનીના ચેરમેન લિયુ લિરોનની જુગારની લતના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. લિરોન જુગારમાં 9800 કરોડ રૂપિયા (1.4 અબજ ડોલર) હારી ગયા છે.
જોકે એન્ડ્રોઈડ ઓથોરિટીના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે લિરોને કહ્યું કે તે 1008 કરોડ રૂપિયા (14.4 કરોડ ડોલર)ની રકમ હાર્યા હતા.જેમિયા વેબસાઈટના રિપોર્ટના પ્રમાણે જિયોની તેના સપ્લાયરને ચૂકવણી કરી રહી નથી. આ કારણે 20 સપ્લાયરે કંપનીઓએ જિયોનીને દેવાદાર જાહેર કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.
લિરોનનું કહેવું છે કે તેણે જુગારમાં કંપનીની રકમનો ઉપયોગ કર્યો નથી. તે કંપની ફન્ડમાંથી ઉધાર લઈ શકે છે.જિયોનીએ એપ્રિલમાં કહ્યું હતું કે તે ભારતમાં આ વર્ષે 650 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અહીં ટોપ-5 સ્માર્ટફોન બ્રાન્ડ્સમાં સામેલ થવા માંગે છે.