ઘરેણાં, પૈસા, ગાડી વગેરેની ચોરીની વાત તો સામાન્ય બની ગઇ છે, ત્યારે અજમેરના ફતેહગઢ કિલ્લામાંથી ચોરો ઐતિહાસિક તોપને ચોરી કરી ગયાની વાતે ચકચાર મચાવ્યો છે. વાત એમ છે કે જૂન મહિનામાં ચોરી થયેલી ઐતિહાસિક તોપ વિશે પોલીસે હવે ખુલાસો કર્યો છે. ૧૦ જૂનની રાત્રિના સમયે ચોરો બે ટેમ્પા લઇને આવ્યા હતા. તથા કિલ્લાના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા.
લોઢાના સામાનથી તોપની લોઢાની ચેનને બાંધીને ઘસેડી-ઘસેડી બહાર લાવ્યા હતા અને ટેમ્પોમાં ચડાવી નાસી છૂટ્યા હતા. જેમાં સરવાડ પોલીસ અને સાયબર સેલની સંયુક્ત કામગીરીએ તોપની ચોરીમાં સંડોવાયેલા બધા ૭ આરોપીઓને પકડી પાડ્યા…..
ઉલ્લેખનીય છે કે પોલીસને છેલ્લા કેટલાંક દિવસોથી ફતેહગઢ કિલ્લામાંથી ચોરાયેલી તોપની અજમેરમાં એન્ટી તોપના નામથી ૩ કરોડમાં સોદો થવાની માહિતી મળી હતી. તોપની કિંમત વધુ હોવાથી આ સોદો થવામાં દોઢ મહિના જેટલો સમય લાગ્યો હતો.
આરોપીઓએ આ તોપને રામસ્વરુપ જાટના ખેતરમાં માટીમાં દબાવી છુપાવી રાખી હતી. તથા આરોપીઓ પર સતત નજર રાખી બેઠેલી પોલીસે સૌ પ્રથમ રામસ્વરુપના પુત્ર રામચંન્દ્ર જાટને તેના ખેતરમાં છાપો મારી પકડી પાડ્યો હતો. જેના પરથી પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી લીધી હતી.