યુવતીઓ તેનાં આઉટફીટનું સીલેક્શન કંઇક ખાસ રીતે જ કરતી જોવા મળે છે. આ ઉપરાંત તેની પસંદ ફેશન ટ્રેન્ડ મુજબ બદલતી રહે છે. અને તેવા વસ્ત્ર પરિધાન તેને ખાસ પસંદ પણ આવે છે.
અત્યારે ઉનાળામાં યુવતીઓ એવી સ્ટાઇલ પસંદ કરે છે જે તેને સ્ટાઇલીશની સાથે કંફર્ટ લુક પણ આપે અને વર્તમાન સમયમાં ચેક્સ સ્ટાઇલના વસ્ત્ર પરિધાનમાં અવનવી ડિઝાઇન ટ્રેન્ડમાં આવી છે જે તમે પાર્ટી, ઇવેન્ટ દરેક જગ્યાએ જોઇ શકો છો.
આમ તો ચેક્સ રુટીન છે. પણ એવરગ્રીન છે. વળી એમાં પણ અવનવી વેરાયટીઓની ભરમાર છે, ચેક્સમાં તમે ડેરસેજ વિયર પણ ટ્રાય કરી શકો છો, જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, જેને તમે ક્રોપ, ટોપ, કુર્તી, અથવા ફુલ શર્ટ સાથે પણ પહેરી શકો છો.
જેની ખાસ વાત એ છે કે તેમાં શરીર બેડોળ દેખાતુ નથી, એવામાં ગિનગહમ ચેક્સ પણ પ્રચલિત છે, તો તેને તમારા આઉટફીટમાં ચોક્કસથી ઉમેરો, જેને અપનાવ્યા બાદ તમને સ્ટાઇલિશ લુક મળશેે.
જો તમે ચોલી, અથવા ટોપ વિયરનો લુક ઇચ્છતા હોય તો વિન્ડોપેન ચેક્સ પર્ટન પણ અપનાવી શકો છો. તેથી તમને યુનિક લુક મળશે. આ ઉપરાંત તમે ટેંટન ચેક્સ ડ્રેસિઝ પણ ટ્રાય કરી શકો છો. જે તમને ભીડમાંથી અલગ જ પાડશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com