કોરોનાને લઇ બે વર્ષ બાદ આ વર્ષે યાત્રા યોજાશે જ તેવી આશા ન ફળી જોકે આદિ કૈલાસ ૐ પર્વત યાત્રા થઇ શકશે
કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ યાત્રા સંઘ રહેતા આ વર્ષે ચોકકસ યાત્રા શરુ થશે એમ માની અનેક શ્રઘ્ધાળુઓ કૈલાસ યાત્રા માટે ઉત્પાદિત હતા પરંતુ આ વર્ષે પણ યાત્રા નહીં યોજાતા યાત્રિકો નિરાશ થયા છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી વધુ કૈલાસ માનસરોવર યાત્રાની 30 વર્ષનો અનુભવ ધરાવતા ડો. યશવંતગીરી ગોસ્વામી જણાવે છે કે આ વર્ષે પણ સરકારી કે પ્રાઇવેટ કૈલાસ માનસરોવર યાત્રા નહીં યોજાય આ જાણ હોવા છતાં નેપાળના એજન્ટો અને સ્થાનીક એજન્ટો દ્વારા યાત્રાના બુકીંગ કરી એડવાન્સ પેટે રૂ. દશ થી પચ્ચીસ હજાર લેવાય છે. યાત્રિકોને આ બાબતે એડવાન્સ ન આપવા અપીલ ડો. ગોસ્વામી દ્વારા કરાઇ છે.
સરકાર દ્વારા આયોજીત યાત્રામાં દર વર્ષે ડ્રો સીસ્ટમથી પસંદ થયેલ અન મેડીકલ ટેસ્ટમાં પાસ થનાર યાત્રિકોને જ ધારચુલાથી પગપાળા કે પોનીદ્વારા અને નાથુલા બોર્ડરથી બસ દ્વારા કૈલાસ માનસરોવર જવાની અનુમતિ માત્ર 1000 યાત્રિકો ને અપાય છે. જયારે પ્રાઇવેટ કૈલાસ યાત્રા ને નેપાળથી જવાય છે તેમાં દર વર્ષે 1પ000 થી વધુ યાત્રિકો બસ દ્વારા કે હેલીકોપ્ટર રૂટ દ્વારા જાય છે.દર વર્ષે મે થી સપ્ટેમ્બર દરમ્યાન આયોજીત કૈલાસ માનસરોવર યાત્રામાં સૌરાષ્ટ્રમાંથી આશરે 1000 થી વધુ અને ગુજરાતમાંથી આશરે 4000 થી વધુ લોકો જોડાય છે.
રપ વાર કૈલાસ યાત્રા કરનાર ડો. ગોસ્વામી જણાવે છે કે આમ છતાં યાત્રિકોએ નિરાશ થવાની જરુર નથી. કારણ કે આ વર્ષે જુન મહિનાથી આદિ કૈલાસ અને ૐ પર્વત યાત્રાનો ઐતિહાસિક પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ યાત્રામાં અત્યાર સુધી માત્ર સરકારી યાત્રા કરનાર જ પગપાળા જઇ શકતા હતા પરંતુ આદિ કૈલાસ અને ૐ પર્વત સુધી ભારત સરકારે દૂર્ગમ પહાડી માર્ગમાં રસ્તાઓ બનાવી અકલ્પનીય કાર્ય કરી યાત્રિકોની રાહ આસન બનાવી દેતા હવે 13 થી 75 વર્ષની ઉમરના કોઇપણ લોકો આ યાત્રામાં જોડાઇ શકશે.
તિબેટ સ્થિત કૈલાસ અને માનસરોવર રસ્તાઓથી અનેકગણુ વૈવિઘ્યસભર, સૌંદર્ય આદિ કૈલાસ રૂટ પર પથરાયેલું છે.કૈલાસ માનસરોવર યાત્રામાં આશરે બે થી સવા બે લાખનો ખર્ચ થાય છે જયારે એ જ અનુભૂતિ અને પ્રાકૃતિક સૌદર્ય આદિ કૈલાસયાત્રા દરમ્યાન યાત્રિકો માત્ર 40 થી પ0 હજાર રૂપિયામાં માણી શકે છે.આ ઐતિહાસિક અને ધાર્મિક યાત્રા ડો. ગોસ્વામીએ બે વખત 300 કી.મી. ચાલીને કરી છે. માત્ર ટ્રેકર્સ જ આ યાત્રા કરી શકતા. પરંતુ રાહ આસાન બનતા રાજકોટથી 4પ નો એક બેચ એવા ત્રણ બેચમાં યાત્રિકો આ ઐતિહાસિક યાત્રાના સાક્ષી બનવા અને દેવાધિદેવ મહાદેવના સાંનિઘ્યનો સઁસ્પર્શ કરવા થનગની રહ્યા છે. યાત્રિકોનો પ્રથમ બેંચ બે જુનથી 13 જુન દરમ્યાન અને બીજો-ત્રીજો બેંચ ઓગસ્ટ સપ્ટેમ્બર દરમ્યાન રવાના થશે. હિમાલયની કોઇપણ યાત્રાની માહીતી માર્ગદર્શન માટે ડો. યશવંત ગોસ્વામી મો. નં. 79909 41699 નો સંપર્ક કરવા યાદીમાં જ