આજથી ત્રિદિવસીય નાટય તાલીમ શિબિર: ભરત યાજ્ઞિક, ધર્મેશ વ્યાસ, હસન મલેક સહિતના નાટય તજજ્ઞો આપશે એક્ટિંગ ટિપ્સ
ફિલ્મ આનંદમાં રાજેશ ખન્ના કહે છે કે યે જીવન એક રંગમંચ હે બાબુ મોશાય, ઔર હમ સબ ઈસ રંગમંચ કી કઠપૂતલિયા…
જીહા, આજથી ત્રિદિવસીય નાટય તાલીમ શિબિર હેમુ ગઢવી હોલ ખાતે શ‚ થઈ છે. જેમાં ભરત યાજ્ઞિક, ધર્મેશ વ્યાસ, હસન મલેક જેવા નાટય તજજ્ઞો એકિટંગ ટિપ્સ આપશે. તા.૧૦/૭/૧૭ થી તા.૧૩/૭/૧૭ દરમિયાન રાજકોટના હેમુગઢવી હોલના મીની થીએટર ખાતે નાટય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ શિબિરમાં જનક દવે, ડો.મહેશ ચંપકતલ, ભરત યાજ્ઞિક, દેવેન શાહ, ધર્મેશ વ્યાસ, રાજુ યાજ્ઞિક, અનંત પાઠક, પલ્લવી વ્યાસ, શૈલેષ-ઉત્પલ, શૈલેષ ટેવાણી, હસન મલેક સહિતના મહાનુભાવો નાટયનું જ્ઞાન પીરસશે. ત્યારે ઉદઘાટન સમારંભમાં ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
‘અબતક’ને પ્રો.જનક એચ.દવેએ જણાવ્યું હતું કે, તેઓએ સંગીત નાટયમાં શિક્ષા લેવા તેઓએ મહારાજા સાલમાં એમ.એ.વી. ડાયમેટીકમાં અભ્યાસ કરેલો. એક યુનિવર્સિટી એવી બાકી નથી તેમની નજરમાં કે તેમના તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ન હોય. વધુ જણાવતા કહ્યું કે તાલીમના ચાર દિવસ બહુ ઓછા છે. તેઓ ૧૯૬૩ની સાલથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે. છતાં તેઓ ખુદ હજુ શીખવા માગે છે. તેમણે કહ્યું કે ઓછામાં ઓછી ૧૩ થી ૧૫ દિવસની શિબિર હોવી જ જોઈએ સાથે જણાવ્યું કે નાટય સરલ નથી ભાવ ભજવવું સહેલું નથી.
પટોડિયા સુનિધિએ અબતકને કહ્યું કે અર્જુનલાલ હિરાણીમાં બીજેએમસી ડિપાર્ટમેન્ટમાં છું. અભિનય દ્વારા મારી કલાને નિ‚પણ મળી રહે એ હેતુથી અહી આવી છું આશા છે આ ચાર દિવસીય શિબિરમાં ઘણું જાણવા અને શીખવા મળશે ત્યારે હાડપિંજરમાં દેહ પુરવા જેવી વાત નાટયની છે. તેના દ્વારા તેની કલાને પણ નવી ઓળખાણ મળશે તેવી આશા છે.
પ્રશાંત ચત્રભુજે કહ્યું હતું કે, હું અર્જુનલાલ હિરાણી કોલેજમાં અભ્યાસ કરુ છું. આ ચાર દિવસીય શિબિરમાં અને નાટયને લઈને ઘણુ બધુ શીખવા મળશે એવી અપેક્ષા છે. તેમજ ભવિષ્યમાં સારા પ્લેટફોર્મ પર હોઈશ તેવી ઈચ્છા છે. વિશાલ ગઢવીએ પણ કીધું કે અર્જુનલાલ હિરાણી કોલેજમાં અભ્યાસ કરુ છું. આ ચાર દિવસીય નાટય શિબિરમાં ભાગ લેવાનું મુખ્ય કારણ જણાવ્યું હતું કે તેને એકટીંગમાં રસ છે અને અહીં તેને અહીંથી ઘણુ શીખવા મળશે. તેમજ તેના દ્વારા તે નવા પ્લેટફોર્મ પર ઉભો રહી શકશે.