ડેન્ગ્યુનાં ૬ કેસ નોંધાયા: સામાન્ય શરદી-ઉધરસ અને તાવના ૩૯૪, ઝાડા-ઉલ્ટીના ૩૩૨ કેસો મળી આવ્યા

રાજકોટ જાણે એક જ મહિનામાં મેલેરિયા મુકત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જનરલ બોર્ડમાં નગરસેવકે પુછેલા પ્રશ્ર્નના જવાબમાં કોર્પોરેશને એવી કબુલાત કરી હતી કે, ૬ માસમાં શહેરમાં મેલેરિયાના ૫૦,૫૪૦ કેસો નોંધાયા છે. આ કબુલાત બાદ મેલેરિયાએ જાણે રાજકોટ જ છોડી દીધું હોય તેમ છેલ્લા બે સપ્તાહમાં કોર્પોરેશનનાં ચોપડે મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી જયારે ડેન્ગ્યુના વધુ ૬ કેસો મળી આવ્યા છે. મચ્છરોની ઉત્પતિ સબબ ૬૪ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

patto ban labs

આરોગ્ય શાખાના સુત્રોનાં જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં શહેરની વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવનાં ૩૯૪ કેસ, ઝાડા-ઉલ્ટીનાં ૩૩૨ કેસ, ટાઈફોઈડનાં ૪ કેસ, ડેન્ગ્યુનાં ૩ કેસ, મરડાનાં ૯ કેસો નોંધાયા છે. જયારે મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૧૨,૧૧૨ ઘરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ૧૬૭ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મચ્છરોની ઉત્પતિ સબબ ૬૪ને નોટીસ ફટકારવામાં આવી છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૯૮ રેકડી, ૩૭ દુકાન, ૩ હોટલ, ૯ ડેરીફાર્મ, ૨૦ બેકરી સહિત કુલ ૧૯૮ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ૫૨ વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે અને ૬૨ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.