કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાને કોરોના સંક્રમણથી બચવા ઉપાયો સુચવતી કોલર ટ્યુનમાં અમિતાભના અવાજ અંગે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઈ
કોરોના સંક્રમણ સમયે કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાને સંક્રમણ ન ફેલાય તે માટે ક્યાં ક્યાં ઉપાયો કરવા એક કોલરટ્યુન બનાવવામાં આવી હતી જેમાં બોલિવડ સ્ટાર અને બિગ બી અમિતાભ બચ્ચનો અવાજ લેવામાં આવ્યો હતો. ત્યારે એક સામાજિક કાર્યકરે દિલ્લી હાઇકોર્ટમાં પીઆઇએલ રજૂ કરીને કોલરટ્યુનમાં અમિતાભ બચ્ચનનો જ અવાજ શા માટે લેવામાં આવ્યો તે અંગે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે.
કોરોના સંક્રમણ સમયે કેન્દ્ર સરકાર દ્વારા જાગૃતિના હેતુથી એક કોલરટ્યુન બનાવવામાં આવી હતી જેમાં અમિતાભ બચ્ચનનો અવાજ લેવામાં આવ્યો પણ ત્યારે કેન્દ્ર સરકારને ખ્યાલ ન હતો કે આ બાબતે પણ વિવાદ વકરશે અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચશે. હાલ એક સમાજ સેવકે દિલ્લી હાઇકોર્ટમાં અરજી દાખલ કરતા અમિતાભ બચ્ચનને સિલેક્ટ કરવાના નિર્ણયને પડકાર્યો છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ખુદ અમિતાભ બચ્ચન અને તેમનો સમગ્ર પરિવાર જ કોરોના સંક્રમિત થઈ ચુક્યો છે તો શા માટે અમિતાભ બચ્ચનનો અવાજ સાવચેતી માટે બનાવાયેલી કોલર ટ્યુનમાં લેવામાં આવ્યો ? હાલ આ મામલે દિલ્લી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી એન પટેલ અને જસ્ટિસ જ્યોતિસિંહ આ મામલે સુનાવણી કરી રહ્યા છે. જો કે, આ મામલાની વધુ સુનાવણી આગામી તારીખ ૧૮ જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છેમ
દાખલ કરાયેલી અરજીમાં નોંધવામાં આવ્યું છે કે, જ્યારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત થયું હોય તો તેમનો અવાજ લઈને લોકોને સાવચેતી માટે અપીલ કરતી કોલરટ્યુન બનાવવાનો તાત્પર્ય શું છે ? અરજીમાં વધુમાં નોંધવામાં આવ્યું છે કે, આ કોલરટ્યુનમાં આવાજ આપવા માટે અમિતાભને ફી સ્વરૂપે કેન્દ્ર સરકારે મોટી રકમની પણ ચુકવણી કરવામાં આવી છે.
કોલર ટ્યુન માટે અમિતાભનો જ અવાજ શા માટે ?
જે રીતે અરજીમાં પૂછવામાં આવ્યું છે કે, કોલર ટ્યુનમાં અમિતાભ બચ્ચનનો જ અવાજ શા માટે લેવામાં આવ્યો ત્યારે આ સવાલનો જવાબ કેન્દ્ર સરકાર આપે તે પૂર્વે જ આપણા મગજમાં આવે કે, જવા અવાજને કારણે અમીન શાયાણીએ અમિતાભની રેડિયો જોકી તરીકે પસંદગી કરી ન હતી એ જ આવજે લોકોને દિવાના બનાવ્યા હતા. અગ્નિપથમાં અમિતાભે કમર પર હાથ મૂકીને જે ડાયલોગ તેની છટામાં બોલ્યા છે એ ડાયલોગ જાણે ’ન ભૂતો ન ભવિષ્યતિ’ થઈ ગયા છે. અમિતાભે બોલેલા ડાયલોગમાં હેય… કમિશ્નર, હેય… કાંચા શેઠ નામના શબ્દો હજુ પણ ભૂલી શકાતા નથી. ત્યારે અમિતાભે ચોક્કસ તેના અવાજથી સમગ્ર દેશને ઘેલી બનાવી છે એ વાતનો ઇનકાર કરી શકાય નહીં. જે એકમાત્ર કારણ હોઈ શકે કે, કોલર ટ્યુન માટે અમિતાભના અવાજને પસંદગી આપવામાં આવી.