બંને કંપનીઓ મળી ૩૦૦ થી ૬૦૦ સી.સી. હાર્લિ ડેવિડસન બાઇક બનાવશે
હાર્લિ ડેવિડસન પર ‘હીરો’ સવારી કરશે! જી, હા, ભારતમાં સ્થાનીક ઉત્પાદન બંધ કર્યા બાદ હવે, હાર્લિ ડેવિડસન પોતાના બાઇકનું વેચાણ કરવા માટે ટુ વ્હીલર નિર્માતા હીરો મોટોકોર્પ સાથે કોન્ટ્રાકટ કરે તેવી શકયતા છે. હાલ, બન્ને કંપનીઓ વચ્ચે લગાતાર વાતચીત ચાલી રહી છે. જો આ વાતચીત સફળ રહેશે તો હીરો મોટોકોર્પ ભારતમાં અમરેકી ફર્મની પ્રતિષ્ઠિત મોટર સાઇકલોની આયાત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ હાર્લિ – ડેવિડસન કંપનીેએ જાહેરાત કરી હતી કે તે ભારતમાં પોતાનું સ્થાનીક ઉત્પાદન બંધ કરી રહી છે. કંપનીઓ જણાવ્યું કે, નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિ યાન તેમના વેચાણમાં રર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવામાં તે ભારતમાં ઉત્૫થાદન બંધ કરી અમેરિકામાં પોતાના કારોબાર પર વધુ ઘ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છે છે, વર્ષ ૨૦૧૯માં ભારતમાં હાર્લિ ડેવિડસનની માત્ર ૨૬૭૬ બાઇક વેચાઇ હતી. જેમાંથી ૬૫ ટકા ભાગીદારી ૭૫૦ સીસી બાઇકની હતી. છેલ્લા ચાર વર્ષમાં ભારતીય બજારને છોડનારી હાર્લિ ડેવિડસન ૭મી વિદેશી ઓટોમોબાઇલ કંપની છે.
જો કે, તેમ છતાં હાર્લિ ડેવિડસન ‘હીરો’ કંપની સાથે મળી ભારતમાં બાઇક વેચાણ કરે તેવી શકયતા વર્તાઇ રહી છે. બન્ને કંપનીઓ વચ્ચે ૩૦૦ થી ૬૦૦ સી.સી. હાર્લિ ડેવિડસન બાઇક બનાવવા અંગે વાતચીત ચાલી રહી છે. આ અંગે કંપનીએ જણાવ્યું કે, તે હવે, ભારતમાં વ્યાપાર મોડલ બદલવા માંગે છે. અને ગ્રાહકોને સેવા પુરી પાડવા માટે જુદા જુદા વિકલ્પો અંગે વિચારી રહી છે.
હીરો કંપની સામાન્ય રીતે ર૦૦ સી.સી. થી ઓછી ક્ષમતાવાળા મોટર સાઇકલો વેચે છે પરંતુ હવે, હાર્લિ કંપની સાથે મળી ને તે બાઇક શોખિનો માટે મિડ-એન્જીન અને હાઇ એન્જીન સેગ્મેન્ટ બાઇક બનાવશે અને હાર્લિ કંપનીની ૩૩ ડીલરશીપનું પ્રબધન સંભાળશે.