દેશની સૌથી મોટી અને ખ્યાતનામ કંપની હીરો મોટોકોર્પના અમુક ટુ-વ્હીકલ્સનું વેચાણ બંધ કરી રહી છે. થોડા મહિનાઓથી કંપનીએ પોતાની વેબસાઇટમાં પોતાના ઘણા મોડલ્સને હટાવી દીધા છે.
2011માં હોંડા સાથેની પોતાની પતનરશિપ સમાપ્ત કર્યા બાદ કંપની પોતાના એન્જિન અને ટેક્નોલોજી પર કામ કરી રહી છે. હીરો એક્સટ્રીમ અને હીરો હંકમાં એજ એન્જિન લાગવામાં આવ્યા હતા જે હોંડા યુનિકોર્નમાં હતા આથી કંપનીએ આ બંને મોડેલ્સને બંધ કરવાનું નક્કી કર્યું.
કંપનીએ પોતાની વેબસાઇટ પર પોતાના પ્રોડક્ટ લિસ્ટ માથી આ બંને મોડલ્સનું નામ હટાવી દીધું છે.
હીરો મોટોકોર્પએ હીરો એક્સટ્રીમ મોડલ્સ્નું વેચાણ પણ બંધ આકરી દીધું છે. પરંતુ કંપનીની વેબસાઇટ પર એક્સટ્રીમ સ્પોર્ટ મળી રહ્યું છે. આ બાઈકમાં હોંડાનું જૂનું એન્જિનનો યુઝર્સ થઈ રહ્યો હતો.
હિરોએ પોતાની બીજી બાઇક Glamour Fiનું વેચાણ પણ બંધ કૃ દીધું છે. કમની તે પાછળનું કારણ ઓછા વેચાણ બતાવ્યુ છે.
કંપનીએ હીરો Ignitor બાઇકને પણ બંધ કરી દીધું છે જેની કિમત 65 હજાર રૂપિયા હતી.
કંપનીએ હીરો HF Dawn બાઇકને પણ વેચવાનું બંધ કરી દીધું છે. ઓછા વેચાણ ના કારણે કંપનીએ આ મોડલ્સની જગ્યાએ એચએફ ડિલક્સ અને એચએફ ડિલક્સ ઇઓ બાઇકને બહાર પડી છે.