ટીમ ઈન્ડિયામાં લેવાયેલા શ્રેષ્ઠ યુવા ખેલાડીઓએ રંગ રાખ્યો

ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ ઓસ્ટ્રેલીયામાં ટીમ ઈન્ડિયાના સીલેકશન કરનાર હિરા પારખુ સિલેકટરોને ૨૦-૨૦ લાખ રૂપિયાના ઈનામ સાથે શીરપાવ કરવાની જાહેરાત કરી છે. આ ઈનામ ઓસ્ટ્રેલીયામાં પહેલી વખત ટેસ્ટ સીરીઝ જીતવા માટે ભારતીય ટીમ સિલેકટ કરવા બદલ સિલેકટરોને આપવામાં આવશે. વિરાટ કોહલીની નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલીયાને તેની જ ધરતી ઉપર ટેસ્ટ સીરીઝમાં માત દઈ ઐતિહાસિક વિજય મેળવતા ટેસ્ટ સીરીઝમાં ૨-૧થી ઓસ્ટ્રેલીયાને હરાવ્યું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલીયાને વન-ડે સીરીઝમાં પણ ૨-૧થી પછાડયું હતું.

ટીમ ઈન્ડિયાના સિલેકશન કમીટીનો મહત્વનો ફાળો રહ્યો તેમ માની બીસીસીઆઈએ સિલેકશન ટીમના ૫ સભ્યોને બોનશના રૂપે ૨૦-૨૦ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. જેમાં કમીટીના ચેરમેન એમ.કે.પ્રસાદ, દેવાંગ ગાંધી, જતીન પરાન્જપે, ગગનખોડા અને સરનદીપસિંહનો સમાવેશ થાય છે.પ્રશાસકોની સમીતીના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ જે રીતે ઓસ્ટ્રેલીયામાં પ્રદર્શન કર્યું તે ગર્વની બાબત છે માટે અમે ખેલાડીઓ તેમજ સપોટ સ્ટાફને પ્રોત્સાહન માટે નકદ ઈનામની ઘોષણા કરી હતી અને હવે સિલેકશન ટીમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

સીઓએની સદસ્ય ડાઈનાએ પણ સિલેકશન કમીટીના વખાણ કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલીયામાં ઐતિહાસિક જીતની ભૂમિકા સિલેકશન ટીમે નિભાવી છે. વર્લ્ડકપને આડા હવે માત્ર ચાર મહિના જ બાકી છે ત્યારે ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલીયાની ભૂમિ પર રમાયેલી વન-ડે સીરીઝ તૈયારીઓ માટે બેસ્ટ સાબીત થશે. આ પૂર્વે બીસીસીઆઈએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીઓને ૧૫ લાખ રૂપિયા પ્રતિ મેચ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.