સૌરાષ્ટ્રના વેરાવળ-પ્રભાસપાટણ સ્થિત શ્રી સોમનાથ જયોતિલિંગમ ગુજરાત જ નહીં બલકે ભારતની ઐતિહાસિક ધરોહર છે. આ તીર્થધામ માત્ર પ્રાકૃતિક રીતે જ નહીં બલકે તેનું રાષ્ટ્રીય મહત્વ પણ વિશેષ છે. એક તરફ ગુજરાતની અનોખી હસ્તશિલ્પ કલા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે તો બીજી તરફ લાંબો દરિયા કિનારો પર્યટકોને અહીં આવવા માટે મજબુર કરી દે છે.
આજે આ ઐતિહાસિક ધરોહરોને સુરક્ષિત રાખવી આવશ્યક છે. સોમનાથનું મંદિર કેટલાય વિદેશી ષડયંત્રો તથા હુમલાઓનું સાક્ષી રહ્યું છે. અરબ સાગરની તોફાની લહેરો આ મંદિર સાથે પ્રતિપલ ટકરાય છે. વિદેશી આતંકવાદીઓ દ્વારા લુંટાયેલું અને ખંડિત કર્યા બાદ પણ ભારતની અનોખી અવર્ણનીય, અને અદભુત કલાત્મકતા તથા સંસ્કૃતિનું પ્રતિક આ મંદિર થોડા જ સમયમાં પુન: તૈયાર થઇ ગયું હતું. સોમનાથ મંદિર સંભવત: વિશ્ર્વનું સર્વશ્રેષ્ઠ અને સમૃઘ્ધ મંદિર હતું. ઇ.સ. 1926માં જયારે મોહમ્મ્દ ગૌરીએ તેને લુંટયું ત્યારે પ્રતિદિન પૂજાના સમયે કાશ્મીરથી લવાયેલા ફૂલો તથા ગંગાના પાણીની દાદાનો અભિષેક કરવામાં આવતો હતો.
અહી 56 રત્ન તથા હીરોથી જડેલા સ્થંભ હતા. તેના પર લાગેલું સોનું વિવિધ શિવધર્મી રાજાઓ દ્વારા આપવામાં આવ્યું હતું.
આ સ્તંભોમાં અત્યંત કિંમતી હીરા, રૂબી, મોતી, પન્ના વગેરે જડાયેલ હતા. આ શિવલીંગ 10 ફુટ ઊંચુ તથા 6 ફુટ પહોળું છે. કહેવાય છે કે સોલંકી રાજા ભીમદેવએ બુંદેલખંડના યુઘ્ધમાં જીતેલી સોનાની પાલકી મંદિરને અર્પણ કરી હતી તથા તેમણે જ વિમલ શાહને સોમનાથ બનાવવાનો આદેશ આપ્યો.
એવી માન્યતા છે કે પશુપથ ધર્મના આચાર્યને રાજા ભીમદેવે અહીંના મુખ્ય પૂજારી નિયુકત કર્યા હતા. આ કાર્ય લગભગ 300 વર્ષ સુધી આ સંપ્રદાય પાસેજ રહ્યું હતું.
મંદિરના ઇતિહાસ સંબંધિત માહીતી
ઇ.સ. 1225માં ભાવ બૃહસ્પતિએ સોમનાથના મંદિર વિશે વિસ્તારપૂર્વક લખ્યું હતું. તેનો તૂટેલો પથ્થર ત્રણ ભાગોમાં પ્રસભા પાટણના ભદ્રકાલી મંદિરની પાસેથી મળી આવ્યો હતો. આ અંગે વર્ણવાયેલી કથાનક અનુસાર આ મંદિર સૌ પ્રથમ સોમએ બનાવ્યું હતું. બીજા ભાગમાં રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું, ત્યારબાદ શ્રી કૃષ્ણએ લાકડાનું તથા ભીમદેવે પથ્થરનું બનાવ્યું, કથા મુજબ પાલના સમયમાં આ મંદિરનો વ્યાપક સ્તરે ર્જીણોઘ્ધાર કરાયો.
ત્યારબાદ મોહમ્મદ ગઝનીએ સૌ પ્રથમ આ મંદિરને લૂટયું, પછી અલાઉદ્દીન ખીલજીના કમાન્ડર અફઝલખાને, ત્યારબાદ ઓરંગઝેબે પણ આ મંદિરને લુટયું હતું. તેમ છતાં આજે પણ આ વિશાળ મંદિર પોતાના દમ પર શૌર્યતા સાથે અડીખમ ઉપસ્થિત છે.
મંદિરનું નામકરણ કેવી રીતે થયું
ચંદ્રદેવતા પણ આ શિવલીંગની પૂજા કરતા હતા તથા તેની ભકિતથી પ્રસન્ન થઇને ભગવાને તેને વરદાન આપ્યું કે, આ શિવલીગનું નામ ચંદ્રમા પર રાખવામાં આવશ તેથી જ આ મંદિરનું નામ સોમનાથ રાખવામાં આવ્યું.
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ આ મિેંદરના નવ નિર્માણ પ્રત્યે સમર્પિત અને કાર્યશીલ હતા. આ ભવ્ય મિેંદરની ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેકટ પ્રભાશંકરે કયુૃ હતું. આ નવનિર્મિત અને વિશાળ ભવ્ય તથા દિવ્ય મંદિરને એક ડીસેમ્બર 1995ના તત્કાલીન રાષ્ઠ્રપતિ ડો. શંકર દયાલ શર્માએ રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતું.