દેશમાં પસંદગી પામેલા ર1 સ્થળોમાં નખત્રાણાના ખિરસરા (નેત્રા)નો સમાવેશ
કચ્છમાં 200થી વધુ હડપ્પન વસાહતો હોવાનું પુરાતત્વ સંશોધકોએ શોધી કાઢ્યું હતું. જેમાં 60 વસાહતોની ઓળખ પણ થઈ ગઈ છે. કચ્છ હજાર વર્ષોનો માનવ ઇતિહાસ સાચવીને બેઠું છે. અહીં પ્રાચિન પ્રાગ ઐતિહાસિક કાળથી લઇને સિંધુ-સરસ્વતિ સંસ્કૃતિના અનેક મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે. જેમાંથી ધોળાવીરાને તો ભારત સરકારે વર્લ્ડ હેરિટેઝ સાઇટ બનાવવા યુનેસ્કોને ડોઝિયર પણ મોકલી આપ્યું છે. તેવામાં ભારત સરકારે કચ્છની વધુ એક મહત્વપૂર્ણ હડપ્પન સાઇટ ખીરાસરાને પણ હવે કેન્દ્રીય સંરક્ષિત સ્થળ તરીકે પસંદ કરવા ચિન્હિત કરાઇ છે. ખીરસરાને મંજૂરી મળ્યા બાદ કચ્છમાં કુલ છ કેન્દ્રીય સંરક્ષિત સ્થળો થઇ જશે.
દેશમાં આવેલા પુરાતત્વીય અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતા સ્થળોને કેન્દ્ર અને રાજ્ય સરકારો રક્ષિત જાહેર કરતા હોય છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં કુલ 203 રક્ષિત સ્મારકો જાહેર કર્યા છે. જેમાં કચ્છની પાંચ સાઇટ છે. હવે કેન્દ્ર સરકારે દેશભરમાં આવેલા વધુ 21 સ્થળોને રક્ષિત જાહેર કરવા ચિન્હિત કર્યા છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર કચ્છના ખીરસરાની હડપ્પન સાઇટની પસંદગી કરવમાં આવી છે. તાજેતરમાં સંસદ સત્ર દરમિયાન લોકસભામાં સંસ્કૃતિ મંત્રી દ્વારા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
કચ્છમાં હડપ્પીય સાઇટો પૈકી મહત્વપુર્ણ હજપ્પન સાઇટ ખીરસરા (નેત્રા) હવે કેન્દ્રિય સંરક્ષિત સ્થળ તરીક પસંદ કરવા ચિન્હિત કરાઇ છે. ખીરસરાની સાઇટને મંજુરી મળ્યા બાદ કચ્છમાં કુલ છ કેન્દ્રીય સંરક્ષિત સ્થળો થઇ જશે. તાજેતરમાં સંસદસત્ર દરમિયાન લોકસભામાં સંસ્કૃતિ મંત્રી દ્રારા એક સવાલના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી, કેન્દ્ર સરકારે દેશભરમાં આવેલા વધુ 21 સ્થળોને રક્ષિત જાહેર કરવા ચિન્હિત કર્યા છે, જેમાં ગુજરાત માંથી એકમાત્ર કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા (નેત્રા) ની હડપ્પન સાઇટની પસંદગી કરવામાં આવી છે. જે આ પંથક માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.
ખીરસરા (નેત્રા)ની સાઇટનું યોગ્ય સંશોધન કરીને રક્ષિત જાહેર કરવા તથા સાઇટને રીઓપન કરવા માટે આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી. જે હવે પૂર્ણ થવા પામી છે.
કચ્છમાં આવેલા કેન્દ્રીય રક્ષિત સ્મારકો
- ધોળાવીરા હડપ્પન સાઇટ ખડીર
- રાવ લાખાની છતરડી ભુજ
- શિવ મંદિર કોટાય
- પુરાતત્વીય સ્થળ કુરન ભુજ
- હડપન્ન સાઇટ સુરકોટડા રાપર
વજનિયુ, માટીના વાસણો અને પાણી છાંટવાનું સાધન મળી આવેલું
નખત્રાણાના ખીરસરા સાઇટ ખારી નદીના કિનારે છે. અહીં સૌપ્રથમ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા છેક 1976-77માં સંશોધન દરમિયાન ચોરસ વજનિયું, માટીનાં વાસણો, પાણી છાંટવાનું સાધન તેમજ લાલ માટીના વાસણો શોધી કાઢવામાં આવ્યા હતાં. ત્યારબાદ સરકાર દ્વારા ખાસ કોઇ ઉત્ખનન કરાયુ ન હતું. છેક 2009માં વડોદરા વિભાગે અહીં ઉત્ખનન કરી 300 ચોરસ મીટરની કિલ્લેબંધ દિવાલ શોધી કાઢી હતી અને અહીં અનેક મહત્વપૂર્ણ પ્રાચિન સાધનો મળી આવ્યા હતા.