Colombo Sri Lanka
કોલંબોને શ્રીલંકાની રાજધાની જ નહીં, શ્રીલંકાનું દિલ પણ કહેવામાં આવે છે. કોલંબોના રહેણાંક વિસ્તારને માઉન્ટ લેવેનિયા કહેવામાં આવે છે જે કોલંબોથી 20 મિનિટથી દૂર આવેલો છે. આ વિસ્તાર તેની નાઈટ લાઈફ માટે પ્રખ્યાત છે. અહીં વહેલી સવાર સુધી લોકો હરતા ફરતા રહે છે.

કોલંબોમાં જોવાલાયક

colombo sri lankaતમે કોલંબોમાં ‘ગ્રીન પાથ ઓવર વ્યૂ’માં યંગસ્ટર્સને લાઈવ પેંટિંગ્સ કરતા જોઈ શકો છો. અહીં વીકેન્ડ પર સ્ટુડન્ટ્સ અને પેઈન્ટર્સ ભેગા થાય છે. જો તમે પેઈન્ટિંગ્સની વિન્ડો શોપિંગ પણ કરવા માંગો છો તો આ સ્થળ તમારા માટે છે. શ્રીલંકાની હેન્ડલુમ વસ્તુઓ ખરીદવી હોય તો ‘બેર ફૂટ’ સ્ટોર જરુર જજો. શ્રીલંકાના સૌથી ભવ્ય શોપિંગ સેન્ટર ધ ડટ હોસ્પિટલ શોપિંગ પ્રીસિનસિટમાં જવાનું ન ભૂલતા. ડચ શાસન દરમિયાન અહીં હોસ્પિટલ હતી, જે પછીથી પોલીસ સ્ટેશન બની અને હવે શોપિંગ કોમ્પલેક્સમાં ફેરવાઈ ગઈ.

કેન્ડી હિલ સ્ટેશન

Kandy trainકેન્ડી જવા માટે તમારે કોલંબોના ફોર્ટ રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે,જે લગભગ 3 કલાકનો સમય લઈને તમને કેન્ડી પહોંચાડશે. શ્રીલંકાનું બીજુ સૌથી મોટું શહેર કેન્ડી એક હિલ સ્ટેશન છે. ટેમ્પલ ઓફ ધ ટ્રુથના દર્શન કરવા અહીં લોકો દૂરદૂરથી આવે છે. અહીં મહાત્મા બુદ્ધના દાંતની આકૃતિ બનેલી છે.

જંગલી હાથીની નર્સરી

039કેન્ડીથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલું છે, પીનાવાલા એલિફન્ટ ઓર્ફનેજ. આ જંગલી હાથીઓની નર્સરી છે. આ નર્સરની ખાસિયત એ છે કે દુનિયાભરમાં એકસાથે સૌથી વધારે હાથી અહીં જોવા મળે છે.

સિગિરિયા

01કેન્ડીથી 90 કિલોમીટર દૂર આવેલું છે સિગિરિયા. આ ખડકોથી બનેલો એક મોટો કિલ્લો છે. લગભગ 2243 મીટર ઉંચાઈ પર મહાત્મા બુદ્ધના 1.8 મીટર લાંબા પદ્ ચિહ્નો બનેલા છે. આને દેશની આઠમી અજાયબી માનવામાં આવે છે.

વર્લ્ડ બેસ્ટ ચા

tea pluckingદુનિયાની નંબર વન ચાનું જનક શ્રીલંકા છે. શ્રીલંકાની વર્લ્ડ ફેમસ ચા છે દિલમાહ. તમે ઈચ્છો તો અહીંથી ચાની શોપિંગ કરી શકો છો. કોલંબોમાં આવેલી લકશાલા ગિફ્ટ શોપની પણ મુલાકાત લેવી જોઈએ. શ્રીલંકામાં ફરવા માટે કાર બેસ્ટ ઓપ્શન છે. અહીં તમને સરળતાથી રેન્ટ પર કાર મળી રહેશે. તમે જાતે જ ડ્રાઈવ પણ કરી શકો છો.

કઈ રીતે જશો..
શ્રીલંકા હિંદ મહાસાગરથી ઘેરાયેલો એશિયલ આઈલેન્ડ છે. ભારતથી કોલંબોની ડાઈરેક્ટ ફ્લાઈટ જાય છે, જે લગભગ 3.30 કલાકમાં તમને ત્યાં પહોંચાડી દેશે. ભારતીય રુપિયો શ્રીલંકાની કરન્સીથી લગભગ અઢી ગણો વધારે મુલ્યનો છે. ભારતના 420 રુપિયા શ્રીલંકાના 1000 રુપિયા બની જાય છે. આ રીતે જોવા જઈએ તો શ્રીલંકાની ટૂર ઘણી સસ્તી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.