ભગવાન શિવના ભક્તો કાવડ યાત્રા પર જાય છે. કાવડ યાત્રા દરમિયાન આસ્થા અને ભક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ આ યાત્રા દરમિયાન સલામતી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી બને છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં ભાગ લે છે. તેથી તે વાત ધ્યાનમાં રાખવું જરૂરી છે કે યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા અકસ્માતો ટાળી શકાય છે. હકીકતમાં કાવડ યાત્રા દરમિયાન ભક્તો લાંબા અંતર કાપે છે અને આ દરમિયાન તેમને અનેક પ્રકારના શારીરિક પડકારોનો સામનો કરવો પડે છે. કેટલાક ભક્તો આ યાત્રા દરમિયાન કેટલીક ભૂલો કરે છે. જેના લીધે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો કાવડ યાત્રા દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું, અપનાવો આ ટિપ્સ.
કાવડ યાત્રા દરમિયાન સ્વાસ્થ્યની કાળજી આ રીતે રાખો
1. પગની ઇજાઓ ટાળવા માટે યોગ્ય પગરખાં પહેરો :
કાવડ યાત્રા દરમિયાન લાંબા અંતર સુધી ચાલવું પડે છે. તેથી તમારે યોગ્ય શુઝ પહેરવા ખૂબ જ જરૂરી છે. આરામદાયક અને ફિટિંગ શૂઝ પહેરવાનું રાખો. જેથી તમારા પગમાં ફોલ્લા ન પડે અને પગને સુરક્ષિત રહે. શૂઝની સાથે મોજાં પહેરો જેથી પગમાં ઘર્ષણ ન થાય અને પરસેવો ઓછો વળે. પગરખાં એવાં પસંદ કરો જે તમારા પગને સંપૂર્ણપણે ટેકો આપે અને લપસતા અટકાવે. પગરખાંની અંદરનો સોલ નરમ હોવી જોઈએ જેથી ચાલવામાં સરળતા રહે. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારે તમારી સાથે જૂતા અથવા ચપ્પલની વધારાની જોડી પણ રાખવી જોઈએ. જેથી જો તમારા શૂઝ તૂટી જાય તો તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
2. ફર્સ્ટ એઇડ કીટ સાથે રાખો :
મુસાફરી કરતાં દરમિયાન ચોક્કસપણે તમારી આ બૉક્સ સાથે રાખો. જેમાં એન્ટિસેપ્ટિક ક્રીમ, પેઇન કિલર દવાઓ અને પટ્ટીઓ સાથે અન્ય જરૂરી વસ્તુઓ હોય. આની મદદથી તમે મુસાફરી દરમિયાન કોઈપણ ઈજાના કિસ્સામાં તાત્કાલિક સારવાર મેળવી શકો છો.
3. હળવો અને પૌષ્ટિક આહાર લો :
કાવડ યાત્રા દરમિયાન ઘણું ચાલવું પડે છે. તેથી એ વાત ધ્યાનમાં રાખો કે તમારે હળવો ખોરાક જ લેવો જોઈએ. આ એટલા માટે છે કારણ કે લાંબી મુસાફરી દરમિયાન ભારે અને તૈલી ખોરાક તમારા પાચનતંત્રને નુકશાન કરી શકે છે અને તમને થાક લાગે છે. આ સિવાય તમે ભારે ખોરાક ખાધા પછી ચાલવામાં પણ તકલીફ પડી શકે છે. આ યાત્રા દરમિયાન ફળો, સલાડ અને ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાનું રાખો. તેનાથી વધુ જરૂરી પોષક તત્વો મળે છે.
4. હાઇડ્રેટેડ રહો :
કાવડ યાત્રા દરમિયાન શરીરમાં પાણીની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને હાઇડ્રેટેડ રહો. મુસાફરી દરમિયાન તમે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવા માટે નારિયેળ પાણી, છાશ અને તાજા ફળોનો રસ પી શકો છો. આનાથી શરીર હાઇડ્રેટ રહેશે અને તમે ઓછો થાક અનુભવશો.
5. યોગ્ય કપડાં પહેરો
કાવડ યાત્રા દરમિયાન આરામદાયક અને હળવા સુતરાઉ કપડાં પહેરવાનું રાખો. જે શરીરનો પરસેવો શોષવામાં મદદ કરે છે અને ત્વચાને શ્વાસ લેવા દે છે. સૂર્ય અને ગરમીથી બચવા માટે ટોપી અથવા સ્કાર્ફ અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો. કાવડ યાત્રા દરમિયાન ચુસ્ત અને ભારે વસ્ત્રો પહેરવાનું બંધ કરો.
કાવડ યાત્રા દરમિયાન સલામતી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સરળ ટિપ્સ અપનાવીને તમે તમારી મુસાફરીને સુરક્ષિત બનાવી શકો છો