૩૭૬ ઝિબ્રા ક્રોસીંગ કરાયા, ૨૬ સ્ળે નો એન્ટ્રીના અને ૪૯૫ સ્ળે નો-પાર્કિંગના બોર્ડ મુકયા : ૨૧૧૯૪ ચો.મી.નો રોડ માર્કિંગ પણ કરાવ્યું
ગત બુધવારે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ટ્રાફિક સમસ્યા અંગેનો સવાલ કોંગી કોર્પોરેટરે ઉઠાવ્યા બાદ આજે મેયર બિનાબેન આચાર્યએ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોતે શું-શું કામગીરી કરી છે તેનો વર્ક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેઓએ વાહન ચાલકો, રાહદારીઓની સમસ્યા નિવારવા માટે કોર્પોરેશને છેલ્લા અમુક સમય દરમિયાન કરેલી કાર્યવાહીની જાહેરાત કરી છે.
મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું છે કે, શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાપાલિકા દ્વારા તબક્કાવાર કામગીરી ઈ રહી છે. શહેરમાં અંડર બ્રિજ અને ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં પે એન્ડ પાર્ક પ્લોટ પણ ડેવલોપ કરવામાં આવી રહ્યાં છે. પોલીસ કમિશનરના અધ્યક્ષ સને દર મહિને મળતી રોડ કાઉન્સીલની બેઠકમાં જે સુચન આવે છે તેનો પણ તત્કાલીન નિરાકરણ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૬ નો એન્ટ્રી બોર્ડ, ૧૫ નો એન્ટ્રી માર્કિંગ, ૪૯૫ નો પાર્કિંગ બોર્ડ, ૫૬ નો પાર્કિંગ માર્કિંગ, ૩૬૪ ઝીબ્રા ક્રોસીંગ માર્કિંગ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૭ લેપટન ઓપન માટે સ્પ્રીંગ બોલાર્ડ, ૧૧ લેપટન બોર્ડ, બીઆરટીએસ રોડ પર સાયકલ ટ્રેક તા ફૂટપા પર ૨૮ બોલાર્ડ મુકવામાં આવ્યા છે, ૪૩ પે-એન્ડ પાર્ક બોર્ડ, ૮૭૦૦ કેટાઈ, ૨૮ ટોપલાઈન બોર્ડ, ૪૮ પે એન્ડ પાર્કિંગ બોર્ડ, ૨૧૧૯૪ રોડ માર્કિંગ, ૯૧૦૭ સ્પીડ બ્રેકર માર્કિંગ, ૮૧૮૮ ઝીબ્રા ક્રોસીંગ ચો.મી. ૫૧૯ ચો.મી. સ્ટોપ લાઈન માર્કિંગ કરવામાં આવ્યા છે.