– મોનસુનમાં ઝરણામાં નહાવાની મજાતો બધા જ લેતા હોય છે પરંતુ એક એવુ ઝરણું કપલની વચ્ચે પ્રેમ વધારવા માટે પ્રસિધ્ધ છે અને આ ઝરણાનું નામ છે ભદૈયા કુંડ.
– જ્યાં બ્રેકઅપથી પરેશાન લોકો સ્નાન કરવા આવે છે. અને ત્યાં રહેલા બાબાઓ અને પંડિત આ કુંડમાં સ્નાન કરવાની સલાહ આપે છે.
– કુંડમાં સ્નાન કરવા આવેલા કપલનું કહેવું છે કે તેમની વચ્ચે ખૂબ ઝઘડા થતા અને એવામાં ગૃહશાંતિ માટે કોઇ પંડિતની સલાહ લેવી જરૂરી સમજી. ત્યારે એક પંડિતે તેમને અહીં સ્નાન કરવાની સલાહ આપી. આ ઝરેણામાં સ્નાન કરવાથી કપલમાં પ્રેમ વધે છે. કે નહી એ કહેવુ મુશ્કેલ છે.પરંતુ એક સાથે વિતાવેલી મોજ-મસ્તીની પણે તેમના ચહેરા પર મુસ્કાન ચોક્કસ લઇ આવે છે. એટલુ જ નહી પતિ-પત્નીની વચ્ચે ઝઘડો હોય તો લોકો સલાહ આપે છે. ભદૈયા કુંડમાં સ્નાન કરીને આવો તો બધુ ઠીક થઇ જશે.
– આશરે આ કુંડ દોઢસો વર્ષ જૂનો છે. તેમા ક્યારેય પાણીની કમી નથી થતી.
ઉપરાંતઆ શિવ પુરી સિંધિયા રિયાસતનુ સમર કેપિટલ હતુ જ્યારે વરસાદ થાય ત્યારે પાણી શિખરોથી એક ઝરણાના રૂપમાં બહાર પડે છે.
– તેમજ આ વોટર ફોલનું પાણી એક મંદિરના ઉપરથી પડે છે અને એક કુંડમાં ભેગું થાય છે. તેના મિનરલ્સના કોઇ ચમત્કાર છે જેનાથી પાણી ગુણકારી થાય છે.