ખાનગી મેડિકલ કોલેજોનું શિક્ષણસ્તર ધટયું
એમબીબીએસ માટે આવશ્યક નીટની પ્રવેશ પરિક્ષામાં વિઘાથીઓ ‘ઢ’ સાબિત થયા છે. ૨૦૧૭માં એમબીબીએસમાં પ્રવેશ ઇચ્છતા વિઘાર્થીઓમાંથી ૧૦૦ પરીક્ષાર્થીઓને એક જ આંકડાના માર્ક મળ્યા તો ૧૧૦ વિઘાર્થીઓને ઝીરો અને નેગેટીવ માર્ક પણ મળ્યા હતા. ખાસ તો ખાનગી કોલેજોમાં શિક્ષણનું સ્તર ઝડપથી નીચું આવી રહ્યું છે. ત્યારે ફીઝીકસ, કેમીસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયોમાં કટ ઓફ મેળવાનું તો દુર પણ ઝીરો ગુણ લેનારા વિઘાર્થીઓની સંખયા વધુ રહી હતી. જો કે ખાનગી કોલેજો માને છે કે માર્કથી વિઘાર્થીની આવડતોની માપી શકાતી નથી ત્યારે નીટમાં ઓછામાં ઓછા પ૦ ટકા ધરાવનારા ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવે છે. અને વિષય દીઠ પર્સન્ટેજ પણ નિર્ધારીત કરવામાં આવ્યા એમબીબીએસમાં નીટથી પ્રવેશ મેળવનારા ૧૯૯૦ વિઘાર્થીઓ ૧પ૦ થી ઓછુ સ્કોર ધરાવનારા રહ્યા હતા. તો પ૩૦ વિઘાથીઓને એક જ આંકડાના માર્ક મળ્યા હતા. ફીઝીકસ અને ડેમેસ્ટ્રી જેવા વિષયોમાં ઝીરો કે તેથી ઓછા ગુણ મેળવનારાની સંખ્યા પણ વધુ રહી હતી. ત્યારે ખાનગી મેડીકલ કોલેજોના પ૦૭ વિઘાર્થીઓએ ૧પ૦ થી પણ ઓછા સ્કોર કર્યા હતા. એમબીબીએસના શિક્ષણ માટેની ફી, હોસ્ટેલ, લાયબેરી અને અન્ય ખર્ચમાં વિઘાર્થીઓ વાર્ષિક ૧૭ લાખ પિયા ખર્ચે છે. તેથી કહી શકાય કે અમીર વિઘાર્થીઓ ખાનગી કોલેજોને લાંચ આપી ડીગીઓ ખરીદી રહ્યા છે. કારણ કે સરકારી કોલેજોના વિઘાર્થીઓનું નીટનું પરિણામ ખુબ જ સારુ આવે છે. પરંતુ ખાનગી સંસ્થાઓ મેરીટલક્ષી સીલેકશન કરી વિઘાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જેમાંથી અડધો અડધ વિઘાર્થીઓ ડિસ્ડ યુનિવર્સિટીમાંથી આવે છે જેઓ એમબીબીએસ માટે પોતાની પ્રવેશ પરીક્ષા યોજી શકે છે.