શહેરને ભિક્ષુકમુક્ત બનાવવાના હેતુથી હૈદરાબાદ (આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની સંયુક્ત રાજધાની) શહેરનું સ્થાનિક વહીવટીતંત્ર અને અધિકારીઓ ભિખારીઓને ઓળખી કાઢવા નાગરિકોને 500 રૂપિયા આપે છે. શહેરના પોલીસ કમિશનરે ભીખ માંગવા પર પણ બે મહિનાનો પ્રતિબંધ લાદયો છે. આ પગલું આગામી દિવસોમાં અમેરિકી પ્રમુખની પુત્રી ઇવાન્કા ટ્રમ્પના પ્રવાસને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં પોલીસે શહેરના ધાર્મિક સ્થળો, બસ અને રેલ્વે સ્ટેશનની બહાર બેસતા ભિખારીઓની અટકાયત કરી છે. માર્ચ 2000માં તત્કાલીન અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન હૈદરાબાદ શહેરની મુલાકાતે આવ્યા ત્યારે આવી રીતે અસ્થાઈ રૂપે ભિખારીઓની આજની જેમ જ અટકાયત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.