શું તમે હિરાનો વર્ષાદ જોયો છે? તો અહિં હિરાનો વરસાદ થાય છે. જી હા….!! આપણી સોલાર સિસ્ટમના બે ગ્રહ નેપ્પ્યુન અને પુરેનસમાં હિરાની વર્ષા થાય છે જેનો એક વિજ્ઞાનિકે દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બંને ગ્રહોના અંદરના ભાગમાં એટમોસ્ફેરીક પ્રેશર વધુ છે, અને પાણી નથી. જેના લીધે હાઇડ્રોજન અને કાર્બનના બોન્ડ ટુટી જાય છે. વિજ્ઞાનિકોને અનુસાર હજારો વર્ષોથી ત્યાં હિરાનો વરસાદ થાય છે. જે ગ્રહો પરની બર્ફની સપાટી પર જમા થાય છે.

નેપ્ચ્યુન પૃથ્વીની ૧૭ ગણો તો યુરેનસ ૧૫ ગણો મોટો ગ્રહ છે જેની સંરચના પૃથ્વી કરતા અલગ છે. આ ગ્રહો પર હાઇડ્રોજન તેમજ હીલિયમ જેવા ગેસોનો પ્રભાવ રહે છે. આ પ્લેનેટ્સની અંદરના ભાગમાં લગભગ ૬૨૦૦ મીલ અંદર અત્યાધિક દબાવ હોય છે તે જ કારણ છે કે આ ગ્રહો પર હિરાની વર્ષા શક્ય છે જેનુ કાયદેસર પરિષણ કરવામાં આવ્યું હતું. રિસર્ચ ટીમનું કહેવું છે કે લેબમાં માત્ર અમુક હિરાજ પરિક્ષણ પાસ થયા હતો પરંતુ આ વાસ્તવિકતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.