કહેવાય છે કે દર દશ વર્ષે જુની ફેશન રિ-ઇનવેન્ટ ઇને ફરીથી આવે છે. પહેલાના રેટ્રો જમાનાના હિરો- હિરોઇન ખુલતા અને પહોળા પેન્ટ પહેરતા એજ ફેશન અત્યારે પ્લાઝો બનીને આવી છે. જે યુવતીઓને ખુબજ પસંદ પડી રહ્યા છે તો બોલબેટન, ડંગરી, સસ્પેડર્સે માર્કેટમાં ઝંપલાવ્યું છે. ફિલ્મ ‘જોકર’ના ગીત ’જીના યહાં મરના યાહં ઇસકે સીવા જાના કહાં’માં રાજકપુરે જે સસ્પેન્ડર્સ પહેર્યા છે તે સસ્પેન્ડર્સ માટે આજના યુવક- યુવતીઓ હજારો રૂપિયા ખર્ચે છે. પ્લાઝોમાં પણ સસ્પેન્ડર્સ આવ્યા છે.
જેને પ્લાઝો વિ સસ્પેન્ડર્સ કહેવામાં આવે છે. જેમાં પ્લેન, પ્રિન્ટેડ અને ડિઝાઇનર પ્લાઝોની બોલબાલા છે. પરંતુ પ્લાઝો- ટીશર્ટમાં કોન્ટ્રાસ્ટ મેચિંગ ખુબજ મહત્વનું છે.
ખાસ તો કોલેજ ગલ્સ અને ટીનેજરોમાં જમ્પશુટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તમે પ્લાઝો પર ક્રોપ ટોપ, ક્રોપ શર્ટની પસંદગી કરી શકો છો. તમે તેની સાથે મેચીંગ બો બેલ્ટ પણ બાંધી શકો છો. જો તમે ટોપ મુજબ શુઝ મેચીંગ કરશો તો તે વધુ આકર્ષક લુક આપશે.