આજકાલ દેશભરમાં ગણેશઉત્સવ ખૂબ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તો તેમની આસ્થા સાથે ગણેશજીની પુજા અને તેમની મનોકામના પુર્તિ માટે વંદના કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશુ જ્યાં ભગવાન ગણેશ મોબાઇલ ફોન દ્વારા ભક્તોની પ્રાર્થના સાંભળે છે. જી હા સાંભળીને વિશ્વાસ નહી આવે પણ આ વાત સાચી છે. આ મંદિર ઇંદોરમાં આવેલુ ચિંતામન ગણેશજી નું મંદિર છે.
જો કે છેલ્લા ચાર દશકમાં અહીં ગણેશ ભક્તો પોતાની વાત પત્રો દ્વારા પહોંચાડતા હતા. હૈરાનની વાત એ છે કે ચિંતામન ગણેશ મંદિરમાં ઇંદોર સિવાય અન્ય દેશ અને વિદેશોથી પણ પત્રો આવતા હતા. પરંતુ બદલતી જનરેશન અને તેના પરાવર્તિત સંચાર સાધનોની ભાગદોડ વાળી જીંદગીના આ યુગમાં ભક્તો અહી પત્રોના સ્થાને મોબાઇલ કોલ કરવાની સિસ્ટમ શરૂ કરી છે.
સુત્રોના અનુસાર ૨૦૦૫થી અહીના ભક્તોને મોબાઇલની મદદથી પોતાની માંગણી તથા ફરિયાદો રજુ કરે છે. અને જે ઘટના આજે પણ ચાલુ છે. જ્યારે કોઇપણ વ્યક્તિ મોબાઇલ ફોન દ્વારા ચિંતામન ગણેશ સાથે વાત કરવા ઇચ્છતા હોય હોય ત્યારે ફોનને સીધા જ દેવની મુર્તિ પાસે લઇ જાય છે. અને ભક્તનો સંદેશો પહોંચાડે છે.
૧૨૦૦ વર્ષ જુની પરમારકાલીન મંદિરમાં બિરાજી રહેલ ચિંતામન ગણેશ ફોન કરવાન અનોખી પરંપરા ત્યારે શરૂ થઇ હતી જ્યારે ઇંદોરથી તાલ્લુક રાખનારો ભક્ત જર્મનીમાં વસેલો હતો. અને આ ભક્ત હજારો માઇલથી ભગવાનને નિયમિત રીતે પત્રો લખતો હતો. પછી એકવાર તેણે મંદિરના પુજારીને ફોન કર્યા હતો અને તેણે કહ્યું કે હવે આ ફોન દ્વારા મારો સંદેશો ગણેશજી સુધી પહોંચાડવા માંગે છે. પુજારીએ ભક્તની ભાવના અને લાગણીનું માન રાખીને તેની આ ઇચ્છા પુરી કરી અને હવે આ અજબ-ગજબ સિલસિલો આજ સુધી ચાલુ છે.