આહીર યુવા લગ્ન સમિતિ ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આહિર યુવા સમુહ લગ્ન સમીતી દ્વારા કાલે પ0 દિકરીઓનું સમુહ લગ્ન આયોજન કરવામાં આવેલ છે. ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા વિપુલભાઇ ડવએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી 1600 થીવધુ દિકરીઓને સમિતિ દ્વારા લગ્ન ગ્રંથીથી જોડવામાં આવેલ છે. આવતીકાલે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે લગ્નમાં સમાજના ધારાસભ્યો, રાજકીય આગેવાનો ઉઘોગપતિ તથા વિવિધ ક્ષેત્રની જ્ઞાતિની સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
દીકરીઓ 100 થી વધુ કરિયાવરની વસ્તુ અપાશે ભેટ
લગ્ન સમિતિ અને દાતા દ્વારા 100 થી વધુ ગિફટ અને કરિયાવર દિકરીઓને આશીર્વાદ રુપે આપવામાં છે. સમુહ લગ્નનો મુખ્ય હેતુ સમાજ ખોટા ખર્ચા તથા સમાજમાં એક મેસેજ આપવામાં છે કે અત્યારના ખર્ચાળ યુગમાં એ ખર્ચ માણસ પોતાના સંતાનના શિક્ષણ તથા બીજ ઉપયોગ કરી શકે. આ સમુહ લગ્ન સમાજના મઘ્યમ અને નાના લોકો માટે આશિર્વાદ રૂપ સાબીત થાય છે.
આ શુભ કાર્યમાં સમીતીના પ્રમુખ વિપુલભાઇ ડવ તથા સમીતીના સભ્યો પ્રદિપભાઇ જાદવ, વરજાંગભાઈ હુંબલ, કાનાભાઈ, મુકેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, જગદીશભાઇ, મેરામભાઇ બી. શિયાળ, કનુભાઇ મારૂ, કાળુભાઇ હેરભા, નિર્મળભાઇ, ઇલેશભાઇ ડાંગર, વિનુભાઇ ખીમાણીયા, કનુભાઈ ખાટરીયા, હિતેષભાઈ ચાવડા, વિક્રમભાઈ ખીમાણીયા, અર્જુનભાઇ હુંબલ, મુનભાઇ હુંબલ, રાયમલભાઇ ચાવડા, માંડણભાઇ ચાવડા, અમુભાઇ મકવાણા, રણજીતભાઇ જળુ જહેમત ઉઠાવી રહ્યા છે. સમસ્ત આહિર સમાજને સમુહ લગ્નમાં પધારવા હાર્દિક નિમંત્રણ છે.