ગણપતિ બાપ્પા મોરિયા…….હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ઠેર ઠેર ગણપતિ આયોજકો દ્વારા પંડાલોમાં અવનવી થીમ સાથેની ગણપતિની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે સુરતના ભાગળ વિસ્તાર પાસે બાળ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 64 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મુશકના કાનમાં ઈચ્છા કહેવાથી બધી મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા સાથે અહી ભક્તોની ભીડ જામતી હોય છે. તો ચાલો કરીએ આ અનોખા દુંદાળા દેવ અને મુશકના દર્શન
સુરતના ભાગળ વિસ્તાર પાસે બાળ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 64 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં ભક્તો દ્વારા મુશકના કાનમાં મનોકામના કહેવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા રાખી લોકો દર વર્ષે હજારની સંખ્યામાં દર્શન કરવા આવતા હોઈ છે.આ વર્ષે પણ બાળ ગણેશ મંડળ દ્વારા ભવ્ય પંડાલ બનાવી વિશાળ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહી 25 થી 30 હજાર જેટલાં ભક્તો દર્શન કરવા આવતા હોઈ છે.
સુરતના ભાગળ વિસ્તારમાં લીમડાચોક ખાતે ,જે. પી. બેકરી પાસે આવેલ બાળ ગણેશ મંડળ દ્વારા છેલ્લા 64 વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવી રહેલ છે જ્યાં ગણેશજીના મુશકના કાનમાં મનોકામના કહેવાથી બધી મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધા રાખી લોકો દર વર્ષે હજારોની સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે આ વર્ષે પણ બાળ ગણેશ મંડળ દ્વારા ભવ્ય પંડાલ બનાવી વિશાળ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેમજ ગણેશજીના મુશક પણ મુકવામાં આવ્યા છે જેથી ગણેશ ભક્તો પોતાની મનોકામના તેમને કહી શકે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે રોજ ના 25 થી 30 હજાર જેટલાં ભક્તો દર્શન કરવા આવતા હોઈ છે અને મુશકના કાનમાં મનોકામના કહેતા હોય છે. તેમજ ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ થતી જોવા મળતી હોય છે.