વિશ્વના ૯૦થી વધુ દેશોમાં લોકડાઉન છે : દુનિયાની અડધી વસ્તી ઘરોમાં બંધ છે : ૮૭ ટકા લોકો દુનિયાના પ્રભાવિત થયા છે અને ૧૮૦ દેશોની શાળા-કોલેજ બંધ છે
ફિલિપાઇન્સમાં રાષ્ટ્રપતિએ લોકડાઉનનાં નિયમોનું ઉલ્લંધન કરનારને શૂટ કરવાનો આદેશ અપાયો છે. જયારે દક્ષિણ આફ્રિકામાં ઘરની બહાર નીકળનારાઓ ઉપર પોલીસ રબ્બરની ગોળીઓ ચલાવી રહી છે.
વિશ્ર્વમાં કોરોના સંક્રમણના કુલ કેસ ૧૪ લાખને પાર મૃત્યઆંક ૮૧ હજાર, છેલ્લા ર૪ કલાકમાં ફ્રાસમાં ૧૪૧૭ અને અમેરિકામાં ૧,૩૭૧ મોત થયા છે
પેરૂ દેશમાં કોરોના માટે બનાવેલ હોટ લાઇન પર કોઇ ખોટી સુચના આપનારને ૪પ હજારનો દંડ છે. ખોટી અફવા ફેલાવનારા ૧ર૦૦ થી વધુની ધરપકડ કરાય છે. કોલંબિયામાં લોકોને એમના આઇ.ડી. નંબર પ્રમાણે ઘરની બહાર નીકળવાની જોગવાય કરાય છે. ઓસ્ટેલિયા, ચેક રિપબ્લિક, સ્લોવેકિયા જેવા દેશોએ જાહેર જગ્યા ઉપર માસ્ક પહેરવું ફરજીયાત બનાવી દીધું છે
પનામાં દેશમાં ઘરની બહાર નીકળવા માટે સ્ત્રીઓ અને પુરૂષો માટે બે અલગ અલગ દિવસો છે. જેમાં સ્ત્રીઓ સોમ-બુધ – શુક્ર ત્રણ દિવસ માત્ર બે કલાક ઘરની બહાર નીકળી શકે છે
કોરોના વાયરસને રોકવા માટે હાલ સુધી કોઇ ચોકકસ રસી કે દવા શોધાય નથી ત્યારે બચવાનો એક જ રસ્તો છે સંક્રમિત વ્યકિતથી બચો. સોશિયલ ડિસ્ટેસિંગ અપનાવો ઘરમાં રહો સુરક્ષિત રહો સરકારનાં લોકડાઉનનાં તમામ નિયમોનું પાલન કરો. હજી આપણે વિવિધ દેશો જેવા કડક નિયમો નથી આવ્યા… પણ આવી જશે માટે સાવચેતી એજ સલામતી છે
કોરોના વાયરસ સંક્રમણ ચીનથી શરૂ થઇને અત્યારે સમગ્ર વિશ્ર્વને ભરડામાં લીધું છે. ત્યારે હાલ આપણા દેશમાં પણ લોકડાઉન ચાલુ છે, કયારે ખુલશે બધુએ કાંઇ નકકી નથી. ભારતનાં લોકોએ લોકડાઉન, હોમ કોરોન્ટાઇન , માસ કોરોન્ટાઇ, જેવા નવા નવા શબ્દો પ્રથમ સાંભળ્યા, હાલ પોઝિટિવ આંકડાની ચર્ચા ચોમેર દિશાએ ચાલી રહી છે. સૌના મુખે એક જ વળી કોરોનાની રસી કયારે શોધાશે.
સૌ પ્રથમ અમેરિકામાં ૯/૧૧ ના આતંકી હુમલા બાદ દેશભરમાં લોકડાઉન કરેલ હતું, જો કે તે ૩ દિવસનું હતું. ર૦૦પ માં ન્યુ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે તોફાનો દંગા રોકવા લોકડાઉન કરેલ હતું. ૧૯ એપ્રિલ ૨૦૧૩ના રોજ બોસ્ટન શહેરને આતંકિયોની શોધ માટે લોકડાઉન કરેલ હતું. નવેમ્બર-૨૦૧૫માં પણ પેરિસ ઉપર થયેલ હુમલા બાદ સંદિગ્ધોને પકડવા બ્રુસેલ્સના પુરા સીટીને લોકડાઉન કર્યુ હતું.
કોરોનાને કારણે ચીનમાં કરાયેલ લોકડાઉન બાદ કેનમાર્ક, લંડન, અલસાલવાડોર, ફ્રાંસ, આયરલેન્ડ, ઇટાલી, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને સ્પેન જેવા વિવિધ દેશોએ લોકડાઉન કરેલ છે. વિદેશની સરકારે તો પ્રથમ હાઉસ અરેસ્ટ રહેવા જણાવેલ હતું. આજે વિશ્ર્વના ૯૦ થી વધુ દેશોમાં લોકડાઉન છે. અંદાજે દુનિયાની અડધા ઉપરની વસ્તી ઘરોમાં બંધ છે. ૮૭ ટકા લોકો દુનિયાના કોરોના સંક્રમણથી પ્રભાવિત થયાનો આજે વિશ્ર્વના ૧૮૦ થી વધુ દેશોની શાળા-કોલેજ બંધ છે.
ખરેખર તો લોકડાઉન એક ઇમરજન્સી વ્યવસ્થા છે. કોઇપણ રોગ, આપતિના સમયમાં જે તે શહેરમાં અમલ કરાય છે આ સંજોગોમાં કોઇને બહાર નીકળવા પર પ્રતિબંધ હોય તેમને માત્ર દવા અનાજ જીવનજરુરીયાત ચિજવસ્તુ લેવા જ થોડીવાર બહાર આવવાની અનુમતિ મળે છે. જો કે એમાય કડક આદેશો બાદ આ વસ્તુ પણ જે તે દેશના તંત્ર વ્યકિતના ઘેર પહોચાડી દેતા હોય છે.
વિશ્ર્વભરના દેશોમાં પૂર્ણ રીતે લોકડાઉન છે ત્યારે અમલવારીમાં વિવિધ દેશોનાં નિયમો પણ ખુબ જ કડક હોય છે. સજા કે દંડ સાંભળીને કોઇ બહાર નીકળવાની હિંમત કરતા નથી આપણે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અનુસાર કાર્યવાહી શરૂ કરી જ દીધી છે.
લોકડાઉનનાં નિયમોનું ઉલ્લંધન ન કરે એ માટે ઘણા દેશોએ કડક નિયમો બનાવ્યા છે. ચિન પછી સૌથી પ્રભાવિત ઇટાલીમાં કારણ બહાર નિકળતા પકડાવ તો અઢી લાખનો દંડ છે. અત્યાર સુધીમાં ૪૦ હજાર લોકો દંડાયા છે લોમ્બાર્ડીમાં ૪ લાખનો દંડ છે. હોગંગકોગમાં લોકડાઉનના નિયમ તોડો તો ૬ મહિનાની સજાને અઢી લાખનો દંડ કરાય છે.
સાઉદી આરબમાં જો કોઇ આ બિમાર છુપાવે કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાએ કે ખોટી માહિતી આપે તો એક કરોડ રૂપિયાનો દંડ છે. જે આખી દુનિયામાં સૌથી વધુ છે. ઓસ્ટ્રેલીયામાં ઘણી જગ્યાઓ પર ર૩ લાખના દંડની જોગવાય તેમજ નિયમ ભંગ કરનારને ૭ વર્ષની સજાની જોગવાઇ છે. મેકિસકોમાં બીમારી છુપાવવા ઉપર ત્રણ વર્ષની સજા છે.