ભારતમા ઘણા એવા સ્થળો છે. જ્યાં ખૂબ રોમાંચકતા સાથે પ્રવાસ કરી શકાય છે. પર્યટન માટેના ઘણા એવા સ્થળો છે કે જ્યાં તમે એકવાર જાવ પછી તમને વારંવાર ત્યાં જવાનું મન થશે.
ગોવા
ગોવા એ એક એવું સુંદર સ્થળ છે કે જેને જોવા માટે દુનિયાભરના તમામ લોકો અનેક સ્થળોએથી આવે છે. અહીં આવેલા બીચ, સુંદર, દ્રશ્યો અને કુદરતી મોસમ જોઇને તમે અવાક બની જશો. ગોવાનો બીચએ દેશના તમામ બીચમાં સૌથી સુંદર માનવામાં આવે છે.
શ્રીનગર
અહીંયા આવેલ સુંદર અને આકર્ષક ઘાટીઓ, ઝીલ, ઉંચા-ઉંચા પહાડો. તેમજ સુંદર ઝરણાઓ જોઇને આપ સૌ મંત્રમુગ્ધ થઇ જશો.
નૈનીતાલ
નૈનીતાલનો અર્થ ઝીલનું શહેર એવો થાય છે આ ઝીલનું શહેર એ ઉતરાખંડનું સૌથી પ્રસિધ્ધ સ્થળ છે. બરફથી ઢંકાયેલ અને ઝીલથી ઘેરાયેલ આ શહેર પહાડોની વચ્ચે આવેલુ છે. અહીં આવેલ સુંદર ઝીલ અને બોટરાઇટ લોકોને ખૂબ આકર્ષીત કરે છે.
જેસલમેર
એક શાહી અંદાજમાં પ્રવાસ કરવા માટે જેસલમેર સૌથી પરફેક્ટ જગ્યા છે અહીંનો ઇતિહાસ, હાથી અને ઉંટની સવારી અહીંની શાહી થાળી હમેંશા આપણને યાદ રહે છે.
કુર્ગ
કર્ણાટકનો નાનો એવો વિસ્તાર છે. જ્યાં હરિયાળી, ખુશનુમા વાતાવરણ અને વાતાવરણમાં ફેલાયેલી કોફીની મહેંક લોકોને આ જગ્યાના ચાહક બનાવી દે છે.