૧૫મી ઓગષ્ટ એટલે ભારતનો આઝાદીનો દિવસ અને ૭૦ વર્ષથી આ દિવસની કંઇક ખાસ ઉજવણી કરવામાં આવે છે પરંતુ અહીં એક એવા કબીલાની વાત કરીશુ જેનાં માટે ૧૫મી ઓગષ્ટએ ભાગીને લગ્ન કરવાનો દિવસ હોય છે. પરંતુ યુગલોને ભાગવું પણ ક્યારેક મુશ્કેલ થઇ પડે છે. તેવી બંદીશો આજુબાજુ હોય છે તો આવો વિસ્તારથી જાણકારી મેળવીએ આ પરંપરાની હિમાચલ પ્રદેશના લાહોલ સ્થિતિમાં ૧૫ ઓગષ્ટ કંઇક અલગ જ અંદાજથી ઉજવવામાં આવે છે જ્યાં કલૌંગ નામની કબીલાજી જગ્યા છે ત્યાં ૧૫મી ઓગષ્ટે એક મેળો ભરાય છે. જેની ખાસ વાત એ છે કે ત્યાં પ્રેમ કરવા વાળા છોકરા છોકરીઓને મોજ થઇ જાય છે કારણ કે ત્યાં પોતાની પસંદનાં જીવન સાથીને પસંદ કરવાની આઝાદી હોય છે. અને પ્રેમી પંખીડા એક બીજાને પસંદ કરી ભાગી છૂટે છે. અને તેનાં પરિવારએ લગ્ન કરવાની રજા આપવી પડે છે. મેળાની આ પરંપરા ઘણા સમયથી પ્રચલીત છે. જેમાં કબીલભાઇ સમાજનાં લોકો ભાગીને લગ્ન કરે છે. પરંતુ અહિં ભાગીને લગ્ન કરવા એટલાં પણ સહેલાં નથી કારણ કે જો પ્રેમી પંખીડા ભાગતા સમયે પકડાઇ જાય છે. તો લુકને મેળામાં હાજર સ્થાનિક લોકો ભેગા મળી મેથીપાક ચખાડે છે અને યુવતીને તેના પરિવાર સાથે ઘર ભેગુ થવું પડે છે. અને પરિવારને પણ ના પાડવાનો મોકો મળી જાય છે. એટલે એમ કહી શકાય કે આ મેળો સંતાકુકડી જેવો છે જો પકડાઇ ગયા તો ગેમ ઓવર પરંતુ નવા જમાનાની અસરથી ત્યાંના રહેવાસી એવા યુવક યુવતીઓ હવે ભણી ગણીને આગળ આવ્યા છે અને ભાગીને લગ્ન કરવામાં છોછ અનુભવે છે છતા પણ ૧૫-૧૬ ઓગષ્ટના દિવસે અનેકો યુવક-યુવતીઓ ગાયબ થયેલા જોવા મળે છે તો શું આપ પણ આ ભાગીને લગ્ન કરવાની પ્રથાને માનો છો કે તેની અવગણના કરો છો જરુરથી જણાવશો…. તમારો અભિપ્રાય બહુ મૂલી છે અમારા માટે
Trending
- સુંદર લગ્ન જીવન જોઈએ છે?: કાંટાળો તાજ નહીં સુંદર ઉપવનની જેમ જુઓ !!
- IRCTC Down: એક મહિનામાં બીજી વખત IRCTC સાઇટ ડાઉન, શું છે કારણ?
- ઉંમર સાથે આંખને પણ ‘સુંદર’ રાખતા શીખી જાવ
- ન હોય…કોલકાતા એરપોર્ટ પર રૂ.10માં ચા અને 20માં સમોસા મળશે
- Boxing Day 2024: જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ વિશે…
- ‘અમને તો ફેશનવાળી વહુ મળતી હતી, પણ ઘરનું કામ કરાવવું હોય જેથી તારી સાથે પુત્રના લગ્ન કર્યા’
- Noiseએ પાવર સીરીઝ કરી લોન્ચ…
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં ઠાલવવાના વિરોધમાં પોરબંદર પંથકના ગામો બંધ