દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાન સ્કૂલમાં બેસ્ટ પર્ફોમ કરે પરંતુ એમનો સારો દેખાવ માત્ર કેટલાક દિવસોની તૈયારીથી શક્ય નથી. કેટલાક દિવસોની તૈયારીથી તે પરીક્ષામાં ચોક્કસ સારી રીતે પાસ થઈ જશે પણ આ રીત જીવનમાં વધારે કામમાં નહીં આવે. જરૂરી છે કે બાળક પુસ્તકમાં આપેલી વાતોને ગોખતા પહેલાં વ્યવસ્થિત રીતે સમજીને મનમાં ઉતારી લે પરંતુ આવુ ત્યારે જ શક્ય છે જ્યારે એમની પાસે પૂરતો સમય હશે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ખરા અર્થમાં ભણતરને ખીલવવા માટે લોકોએ કાર્ય કરવું જોઈએ. એના માટે પાંચ જડીબુટ્ટીઓ આપવામાં આવી છે જેનું યોગ્ય અને સમયસર પાલન કરવામાં આવે તો જીવનને એક અલગ જ રૂપ આપી શકાય

પહેલી સવારે કાર્ય કરવું જોઈએ

જે લોકો પોતાનું કાર્ય વહેલી સવાર થી ઊઠીને કરતા હોય તેમનામાં યાદશક્તિ પ્રમાણ ખૂબ વધુ હોય છે. નહિ વહેલી સવારે મગજ માં અન્ય કોઈ વિચારો ન હોવાના કારણે દરેક લોકો પોતાનું કાર્ય પોતાની પૂરતી પ્રતિભા સાથે કરી શકે છે. વહેલી સવારથી ઊઠવાની આદત ખરા અર્થમાં જીવન જીવતા શીખવે છે અને પોતાના કાર્યમાં એક રુચિ પણ લાવે છે.

દરેક વસ્તુઓ ને લખવી જોઈએ તેથી કોઈ વાત ભુલાઈ ન જાય

મનુષ્ય જાત હોવાના કારણે આપણે દરેક વસ્તુ યાદ રાખી શકતા નથી અને આવી પરિસ્થિતિમાં મહત્વની વાત પણ રહી જતી હોય છે ત્યારે જો દરેક વસ્તુને લખવાની આદત પાડવામાં આવે તો કોઈ વાત ભુલાતી નથી અને યોગ્ય રીતે તેની અમલવારી થઈ શકે છે. સતત લખવાની આદતથી યાદશક્તિમાં પણ વધારો ઉત્તરોતર થતો રહે છે.

સતત વાગોળતું રહેવું જોઈએ

જે કાર્ય કરી રહ્યા હોય અથવા તો કાર્ય કરવાનું બાકી રહ્યું હોય તે કામને જો સતત વાગોળવામાં આવે તો તેનું યોગ્ય પરિણામ અને ઉત્કૃષ્ટ પરિણામ મળી શકે છે પરંતુ હાલના સાંપ્રત સમયમાં લોકો વાગોળવાનું ભૂલી ગયા છે પરિણામ સ્વરૂપે તેઓને ઘણી તકલીફોનો સામનો પણ કરવો પડે છે. તારે જે કોઈ વ્યક્તિ સતત વાગોળતા રહે તેમના માટે જીવન ખૂબ સરળ બની રહેશે.

પોતાના વિષયને સતત યાદ કરવો જોઈએ

જે વિષયમાં કોઈ એક વ્યક્તિ નિપુણ હોય ત્યારે તે વ્યક્તિએ જે તે વિષયને સતત યાદ કરવો જોઈએ અને તેમાં રુચિ અને અભ્યાસ વધારવો જોઈએ જેથી જે તે વિષયમાં થતા બદલાવ અંગે તેમની પાસે રજેરજની માહિતી હોય. એ વાત સાચી છે કે પોતાના મનગમતા વિષય અથવા તો જે વિષય ઉપર કામ ચાલી રહ્યું હોય તેને સતત યાદ કરવું જોઈએ.

દિનચર્યાનું પાલન સતત કરવું જોઈએ

લોકોના જીવનમાં દિનચર્યાનું મહત્વ અનેરૂ છે પરંતુ હાલના સમયમાં લોકો તેનો ગંભીરતાથી ઉપયોગ કરતા નથી અને દિનચર્યા અને સતત બદલાવતા રહે છે પરિણામ સ્વરૂપે જે સફળતા મળવી જોઈએ તે મળી શકતી નથી. બીજી તરફ જે લોકો પોતાના દિનચર્યા નું સમયસર પાલન કરતા રહે તે વ્યક્તિ સતત સફળતા હાંસલ કરે છે. અરે લોકોએ દિનચર્યાનું મહત્વ સમજવું જોઈએ અને તેનું અનુસરણ કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.