આપણે ઘણી બધી પ્રેમની પંક્તિઓ સાંભળી હશે કે જીયેંગે તો સાથ મરેંગે તો સાથ, તુમ દિલ હો મેં ધડકન હું, હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચાલે. આવી જ એક સત્ય ઘટના સામે આવી છે જેમાં પતિના મોતને પત્ની જીરવી શકી નહિ અને જેવા જ પતિના મોતના સમાચાર મળ્યા તેની ૩૦ મિનીટ બાદ જ પત્નીના દેહમાંથી જીવ ચાલ્યો ગયો હતો. પતિ-પત્નીના મોત થતા બાળકોના માતા-પિતા વિહોણા બન્યા છે. ચાલો જાણીએ આ કરુણાતિકા વિશે વિસ્તારમાં…
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની છે જ્યાં પતિ-પત્નીના મોતથી પરિવાર સહીત આખું ગામ શોકમગ્ન બન્યું છે. જયારે લગ્ન દરમિયાન વર અને કન્યા પાસે વચન લેવડાવવામાં આવે છે ત્યારે તેમાં કેહવામાં આવે છે કે કોઈ પામ પરિસ્થિતિ હોય પત્નીએ પોતાના પતિનો સાથ ક્યારેય છોડવો નહિ ત્યારે આ એવી જ ઘટના છે જેમાં પત્નીના મુત્યુના સમાચાર મળતા ૩૦ મીનીટમાં જ પત્નીનું પણ મોત નીપજ્યું હતું.
અરુણભાઈને શું ખબર તે રસ્તા પર તમને કાળ પોકારતો હશે !!!
તોરણવેરા ગામના વતની અરુણભાઈ ગાવિત ગુરુવારે રાત્રે કોઈક કામ અર્થે ગામના ચાર રસ્તા પર ગયા હતા પરંતુ તેમને શું ખબર હશે કે ત્યાં મને કાળ પોકારે છે!!! ત્યાંથી કામ પતાવી રાત્રે 8.30 વાગ્યાના સમયે પોતાના ઘરે તેમની બાઇક પર આવી રહ્યાં હતા. ત્યાં તેમને અકસ્માત નડ્યો હતો. પરત વળતી વેળાએ તોરણવેરા ગામના નિશાળ ફળિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. એ વખતે ગરનાળાના રોડ પરથી પસાર થતા તેમની બાઇક સ્લીપ થયું હતું. તેઓ રોડ પર પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ત્યાં દોડી આવ્યાં હતા અને તાત્કાલિક 108 બોલાવી તેમને ખેરગામની CHC રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને તપાસતા મૃત જાહેર કર્યા હતા.
પતિના અકસ્માતની જાણ થતા તેમના પત્ની ભાવનાબેનને કરવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે ,’તમારા પતિનો અકસ્માત થયો છે’ આટલું સાંભળતા જ પત્નીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને થોડી વારમાં જ પત્નીની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. કોઈ કઈ સમજે ત્યાં સુધીમાં તો પતિના પંથે પત્નીએ પણ નશ્વર દેહને છોડી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો છે અને બે બાળકો ૧૪ વર્ષની પુત્રી અને ૧૦ વર્ષાનાં પુત્રએ માતા-પિતા બન્નેની છત્રછાયા ગુમાવી છે. અગ્નિની સાક્ષીએ જે પતિ-પત્નીને સાત જન્મોના ફેર ફર્યા હતા હવે એ જ અગ્નિમાં બન્ને સમાઈ જશે.