કેટલીક પરંપરાઓ વિચિત્ર હોય છે. આ પરંપરાઓને ધર્મ અથવા આસપાસની માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે. દુનિયામાં એવા લોકો છે જેઓ આવી ઘણી પરંપરાઓ અને રિવાજોમાં માને છે.આજે એક ઈન્ડોનેશિયાની એવીજ પરંપરા વિષે જણાવીએ કે જ્યાં જ્યાં લોકો પોતાના મૃત બાળકોના મૃતદેહને ઝાડના થડને હોલો કરીને દફનાવે છે. હા, મૃતદેહને ઝાડની અંદર દફનાવવાની પરંપરા છે.

આ વિચિત્ર પરંપરા ઈન્ડોનેશિયાના તાના તરોજામાં માનાવવામાં આવે છે.અહી રેહતા મોટી ઉમર ના વ્યક્તિઓના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે કરવામાં આવે છે.પરંતુ જયારે કોઈ બાળકનું અવસાન થાય ત્યારે તેઓ તેના મૃત શરીરને ઝાડના થડ માં દફનાવે છે. બાળકના મૃત્યુથી લોકોમાં શોકની લહેર છવાઈ જાય છે, પરંતુ પોતાના બાળકને કુદરત સાથે જોડવાનો ઉત્સાહ તેમને ગર્વથી ભરી દે છે.

ઈન્ડોનેશિયાના આ લોકો જ્યારે તેમના બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આ પદ્ધતિ અપનાવે છે. આ માટે, ઝાડના થડને અગાઉથી અંદરથી હોલ કરવામાં આવે છે. આ પછી, જ્યારે બાળકનું મૃત્યુ થાય છે, ત્યારે તેને કપડામાં લપેટીને આ ઝાડના થડમાં નાખવામાં આવે છે. જેના કારણે મૃત શરીર ધીમે ધીમે કુદરતી રીતે વૃક્ષનો એક ભાગ બની જાય છે. લોકો કહે છે કે આ રીતે સંસાર છોડ્યા પછી પણ તે બાળક વૃક્ષના રૂપમાં કાયમ રહે છે.

આ પરંપરા ઈન્ડોનેશિયાના મકાસ્સરથી લગભગ 186 મીલ દૂર રહેનાર તાના તરોજામાં છે. લોકો પોતાના બાળકને ઝાડના થડમાં દફનાવે છે અને ઝાડને પોતાનું બાળક સમજવા લાગે છે. ઝાડની અંદર ખોલી સ્પેસને અહીં રહેતા લોકો જ બનાવે છે. તેમનું કહેવું છે કે ભલે ભગવાન તેમના પાસેથી બાળક છીનવી લે પરંતુ આ રીતે તે બાળક તેમનાથી દૂર નથી જતુ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.