દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજન: વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતેથી બપોરે રેલીનું પ્રસ્થાન: સાંજે મહાઆરતી અને મહાપ્રસાદ: શિવભકતો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સોમવારે મહાશિવરાત્રીના પાવન દિને સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ-રાજકોટ દ્વારા શિવ શોભાયાત્રાનું શહેરના રાજમાર્ગો પર ભવ્ય આયોજન કરેલ છે. આ શોભાયાત્રાનું પ્રસ્થાન સોમવારે બપોરે ૨:૦૦ કલાકે મવડી મેઈન રોડ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન થશે જયાં મંદિરના ટ્રસ્ટી તથા ૧૧ બાળાઓ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે.
આ શોભાયાત્રામાં મુખ્ય શિવરથ, અમરનાથ, વિવિધ આકર્ષક ફલોટસ, બાઈક સવારો તથા કારના કાફલા સાથે વાજતે-ગાજતે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ફરી વળશે. શોભાયાત્રા વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી રોડથી શરૂ થઈ મવડી ફાયર બ્રિગેડ ચોક, માયાણી ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મલા રોડ, હનુમાનમઢી, રૈયા રોડ, રૈયા ચોકડી, રૈયા ગામથી થઈ રૈયા સમાધી સ્થાને વિરામ લેશે. આ શોભાયાત્રા તથા મહાપ્રસાદનો સર્વે શિવભકતોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે. આયોજકો રાજેશગીરી, દિનેશગીરી, બળવંતપુરી, જયેશગીરી, રાધેશ્યામબાપુ, બાલકનાથબાપુ, બળવંતગીરી, જીતેન્દ્રપુરી, નિતિનગીરી, સંજયગીરી, મુકેશગીરી, પ્રફુલજતી, અશ્વીનપુરી, ધવલગીરી, ધર્મેન્દ્રગીરી તથા વલ્લભબાપુએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.