- વિશ્વમાં રોજના 3500 મોત: WHOના ગ્લોબલ રિપોર્ટમાં 187 દેશોના આંકડાથી બીમારી વધી રહી છે ને થઇ જાણ: આ બિમારી ક્ષય રોગ જેવાની કેટેગરીમાં આવે છે, જે ચેપીરોગના મૃત્યુનું બીજુ મુખ્ય કારણ મનાય છે
- ઇન્ફેકશનને રોકવામાં વિશ્વસ્તરે પ્રગતી થઇ છે: તેમ છતાં મોતની સંખ્યા વધી રહી છે: હવે સરવાર માટે સારા ડીવાઇઝ ઉપલબ્ધ થયા છે. ત્યારે ઝડપી કાર્યવાહી થાય તો જ 2030 સુધીમા તેને નાબુદ કરવાનું લક્ષ્યાંક હાંસલ કરી શકીશું
હેપેટાઇટીસએ લીવર સંબંધિત ખતરનાક બીમારી છે, જેના કારણે લિવરમાં ચેણ લાગે અને સોજો આવી જાય છે, અને તે ધીમેધીમે કામ કરવાનું બંધ કરી દે છે. લિવર આપણા શરીરનું મહત્વનું અગ હોવાથી આસપાસ અને ચેપમાં દરકાર ન લેવાય તે મૃત્યુ પણ થઇ શકે છે. દર વષે લાખો લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. લોકોને જાગુત કરી રસીથી બચાવી શકાય છે. આ એક રોગ છે, જે વિવિધ વાયરસથી થાય છે. તેના પ્રકારોમાં એ, બી, સી, ડી,નો સમાવેશ થાય છે. હેપેટાઇટિસમાં ખતરનાક એ અને બી માનવામાં આવે છે. વાઇરલ હેપેટાઇટીસનો સૌથી વધુ બોજ ધરાવતા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આપણા દેશમાં ગત વર્ષે નવા 50 હજાર કેસો ‘બી’ના અને 1.4 લાખ નવા હેપેટાઇટિસ ‘સી’નો કેસ નોંધાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ રિપોટમાં જણાવાયું છે કે હેપેટાઇટિસ ચેપને કારણે વૈશ્વિક સ્તરે દરરોજ 3500 લોકોના મૃત્યુ થાય છે. દર વષે 13 લાખ લોકોના મૃત્યુ માટે પણ જવાબદાર હેપેટાઇટિસ ઇન્ફેક્શન ગણાય છે. 187 દેશોના તાજા આંકડાથી બીમારી વધી રહ્યાની જાણ થઇ છે. આ બીમારી ક્ષય રોગ જેવા ચેપી રોગોની કેટેગરીમાં આવ છે અને ચેપીરોગોના મૃત્યુના બીજું સૌથી મોટુ કારણ મનાય છે. ઇન્ફેક્શનને રોકવામાં ઉપલબ્ધ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેને નાથવાની ઝડપી કાર્યવાહી નહીં થાય તો તેને 2030 સુધીમાં અકુશમાં લેવાનું લક્ષ્યાંક હાંસિલ નહી કરી શકીએ. આરોગ્ય સંસ્થાએ પણ વિશ્વના બધા દેશોને સાવચેત કર્યા છે.
ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ-2024માં જણાવેલ છે કે વાયરલ હેપેટાઇટિસને કારણે મૃત્યુની સંખ્યા વધી રહી છે. આ રોગ વૈશ્વિક સ્તરે મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે. દર વર્ષે 1.3 મિલિયન મૃત્યુ સાથે, તે ક્ષય રોગ સમાન છે, જે ટોચનો ચેપી કિલર છે. વર્લ્ડ હેપેટાઇટિસ સમિટમાં બહાર પાડવામાં આવેલ અહેવાલમાં જણાવેલ છે કે નિદાન, સારવાર, ટેસ્ટીંગ, રસીકરણ જેવી સારી સુવિધા ઉપલબ્ધ હોવા છતાં અને તેના ભાવોમાં સતત ઘટાડો થવા છતાં હજી દર્દી સુધી સારવાર ન પહોંચી શકવાને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે, જે ખતરનાક બાબત ગણી શકાય.
187 દેશના નવા આંકડા દર્શાવે છે કે વાયરલ હેપેટાઇટિસથી મૃત્યુ થતાની અંદાજીત સંખ્યા 2019માં 1.1 મિલિયનથી વધીને 2022માં 1.3 મિલિયન થઇ ગઇ છે, તેમાંથી 83 ટકા હેપેટાઇટિસ ‘બી’ અને 17 ટકા હેપેટાઇટિસ ‘સી’ને કારણે થયા છે. આ બંને વાયરસને કારણે વિશ્વસ્તરે 3500થી વધુ મોત થાય છે. આ અહેવાલ વધુમાં જણાવે છે કે વિશ્વસ્તરે તેની પ્રગતિ થઇ હોવા છતાં મૃત્યુદર વધી રહ્યો છે. આની પાછળ કારણોમાં આ ચેપ ધરાવતા ઘણા ઓછા લોકોનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના અપડેટેડ અંદાજો દર્શાવે છે કે 2022માં 254 મિલિયન લોકો હેપેટાઇટિસ ‘બી’ અને 50 મિલિયન હેપેટાઇટિસ ‘સી’ સાથે જીવે છે. ક્રોનિક હેપેટાઇટિસ ‘બી’ અને ‘સી’ના ચેપનો અડધો ભાર 30 થી 54 વર્ષના લોકો છે, 12 ટકા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પુરુષો તમામ કેસોમાં 58 ટકા હિસ્સો ધરાવે છે. જેમાં 1.2 મિલિયન નવા બી ચેપ અને લગભગ 1 મિલિયન નવા સી એચનો સમાવેશ થાય છે, જે 2019માં 2.5 મિલિયન હતા. ગત વર્ષે હેપેટાઇટિસ ‘બી’ ચેપ સાથે જીવતાં માત્ર 13 ટકા લોકોનું નિદાન થયું હતું અને માત્ર 3 ટકાને જ એન્ટિ વાયરલ થેરાપી મળી હતી. ‘સી’ વાયરસમાં 36 ટકા નિદાનમાં 20 ટકા રોગીઓને આ સારવાર મળી હતી. 2030 સુધીમાં ક્રોનિક બી અને સી સાથે જીવતાં 80 ટકા લોકોની સારવારનાં વૈશ્વિક લક્ષ્યાંકોથી ઘણા નીચા છે.
આફ્રિકા જેવા દેશોમાં 63 ટકા નવા હેપેટાઇટિસ ‘બી’ ચેપનું ભારણ હોવા છતાં માત્ર 18 ટકા જ નવજાત શિશુને રસીકરણનો ડોઝ પ્રાપ્ત થયો છે. બી અને સી વાયરસના વૈશ્વિક બોજના બે તૃતિયાંશ ભાગ બાંગ્લાદેશ, ચીન, ઇથોપીયા, ભારત, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, રશિયન ફેડરેશન અને વિયેતનામ જેવા દેશ સામૂહિત ભાર ઉઠાવે છે. 2025માં વૈશ્વિક લક્ષ્યાંક હાંસલ કરવા સક્રિય કાર્ય કરવાની જરૂર છે. બાળક જન્મના 24 કલાકની અંદર જ રસીકરણનો જન્મ ડોઝ આપવો જરૂરી છે. ચેપને રોકવા બાળકોમાં નવા ચેપને ઘટાડવો જરૂરી છે.
ક્રોનિક હેપેટાઇટિસ બી ધરાવતા લોકોમાં ટેનોફોવિર કે એન્ટેકાવિર સાથે ન્યુકિલયોસાઇડ એનાલોગ સારવાર અત્યંત અસરકારક રહે છે. રસી લીધા બાદ સામાન્ય તકલીફોમાં તાવ, લાલાશ, માથાનો દુ:ખાવો, ભૂખ ન લાગવી, બીમાર હોય તેવી લાગણી જેવું થતું હોય છે, જે ચિંતાનો વિષય નથી હોતો. તેના મુખ્ય લક્ષણોમાં હેપેટાઇટિસ-એ ના લક્ષણોમાં તાવ, ઉલ્ટી, થાક, પેટનો દુ:ખાવો, ગ્રે-રંગીન મળ, સાંધાનો દુ:ખાવો, ભૂખ ન લાગવી અને ઉબકા, કમળો જેવા જોવા મળે છે. તે થવાના મુખ્ય કારણોમાં દુષિત પાણી, ખોરાક અને ચેપગ્રસ્ત રક્ત કે અન્ય પ્રવાહીના સંપર્કમાં પણ જોખમ રહેલ છે. સંક્રમિત વ્યક્તિનું ઇન્જેક્શનનો ફરી ઉપયોગ થાય તો ચેપ લાગી શકે છે.
ક્યારેક કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટનું જોખમ પણ વધી જાય છે. વધુ પડતું આલ્કોહોલ પીવાથી લીવર પર અસર થાય છે, જેનાથી હેપેટાઇટિસનો ખતરો વધી જાય છે. હેપેટાઇટિસના લક્ષણોમાં ઉલ્ટી, ઉબકા, થાક, ત્વચાનું પીળું પડવું, આંખો પીળી થવી, ભૂખ ન લાગવી, પેટનું ફૂલવું કે દુ:ખાવો, ચક્કર આવે ને માથાનો દુ:ખાવો સાથે ઝડપી વજન ઘટાડો અને પેશાબનું પીળું પડવા જેવા લક્ષણો છે.
હેપેટાઇટિસના પ્રકારો
હેપેટાઇટિસએ એક રોગ છે, જે વિવિધ વાયરસથી થાય છે. તેના એ-બી-સી-ડી-ઇ જેવા પ્રકારો છે. એ પૈકી સૌથી ખતરનાક હેપેટાઇટિસ એ અને બી પ્રકારને મનાય છે. આ રોગ લીવરને સીધી અસર કરતું હોવાથી તેની ઘાતકતા વધી જાય છે. કારણ કે લીવર લોહીને સાફ કરવામાં અને ખોરાક પચાવવાનું મહત્વનું કાર્ય કરે છે. આ રોગની સમયસર કાળજી ન લેવાય તો જીવલેણ બને છે.
હેપેટાઇટિસ નાબૂદીને વેગ આપવા માટેની ભલામણ
2030 સુધીમાં રોગચાળાને સમાપ્ત કરવાની દિશામાં પ્રગત્તિને વેગ આપવાની જરૂર છે. પરિક્ષણ અને નિદાનની સારવાર દરેક સુધી વિસ્તૃત કરવી અને પ્રાથમિક સંભાળ નિવારણના પ્રયત્નોને મજબૂત બનાવવા. અસરગ્રસ્ત સમુદાયો અને નાગરિક સમાજને જોડવા અને સુધારેલ નિદાન અને હેપેટાઇટિસ-બી માટે સંભવિત ઉપચાર માટે સંશોધન આગળ વધારવું. તેના ભારણને પહોંચી વળવા બધા દેશોએ બજેટમાં ભંડોળ જોગવાઇ વધારવી પડશે. દર્દીની સેવા-સારવારમાં સૌના અધિકારોમાં છેવાડાના માનવી સુધી સુવિધા એકસસ કરાવવી.