એનએફડીડી હોલમાં કાલી એક અઠવાડિયા સુધી ચેકઅપ કેમ્પ અને બ્રેસ્ટ-ગર્ભાશય કેન્સરના રક્ષણ માટે વિર્દ્યાથીનીઓને માહિતગાર કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિર્દ્યાથીનીઓ માટે આવતીકાલી હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ વિભાગોની વિર્દ્યાથીનીઓને ચેકઅપ થઈ શકશે. સો બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરી કેવી રીતે રક્ષણ મેળવવું તે માટેનું માર્ગદર્શનનો સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએફડીડી હોલમાં આવતીકાલથી એક અઠવાડિયા સુધી હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજવામાં આવશે. જેમાં પ્રમ દિવસે ફાર્મસી ભવન, બાયો સાયન્સ ભવન, નેનો સાયન્સ ભવન, કેમેસ્ટ્રી સહિતના ભવનોની વિર્દ્યાથીનીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કરાશે તેમજ આ સેશન બાદ બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સર માટેના રક્ષણ કઈ રીતે મેળવવું તે માટેનો માર્ગદર્શન સેમીનાર યોજાશે. ત્યારબાદ બીજા દિવસે અલગ અલગ ભવન વિર્દ્યાથીનીઓ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના જણાવ્યા મુજબ કેમ્પમાં તમામ વિર્દ્યાથી નીઓને હિમોગ્લોબીન ફ્રીમાં તપાસી દેવામાં આવશે. સો જ કોઈ વિર્દ્યાથી નીને હિમોગ્લોબીનની ખામી હોય તો તેનું પણ નિરાકરણ કરી આપવામાં આવશે. કુંડારીયા ટ્રસ્ટના તબીબો દ્વારા ૩૦૦ જેટલી વિર્દ્યાથીઓનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવશે જેના કોઈ વિર્દ્યાથી નીઓને હિમોગ્લોબીનની ખામી હોય તો તેને પણ દૂર કરી શકાય. આ ઉપરાંત આજકાલ વધી રહેલા બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરની કઈ રીતે બચવું તે માટે પણ કુંડારીયા ટ્રસ્ટના તબીબો દ્વારા વિર્દ્યાથીનીઓને માહિતગાર કરવામાં આવશે અને માર્ગદર્શન પહોંચાડવામાં આવશે.