મૈઢ ક્ષત્રિય સોની સમાજ ભારત નાં દરેક રાજ્ય માં ખુણે ખુણે સ્થાપિત થઈ પોતાની આગવી સુજબુજ થી પોતાના સમાજ ની સાથે સાથે અન્ય સમાજ સાથે રહી સેવા તથા સામાજિક જવાબદારી નિભાવવા પ્રયત્નશીલ રહ્યા છે. સમાજની વ્યક્તિ દેશમાં ગમે ત્યાં વસવાટ કરતી હોય પરંતુ સમાજ તે વ્યકિતનાં કાર્યોની નોંધ લેતી હોય છે.
તાજેતરમાં બેંગલોર ખાતે મૈઢ ક્ષત્રિય સોની સમાજ નાં સવર્ણકાર સેતુની બોલાવેલ રાષ્ટ્રીય જનરલ સભામાં સમાજ અને રાષ્ટ્ર માટે સામાજિક ઉતરદાયિત્વ નિભાવવા બદલ આપવામાં આવતાં મૈઢ ક્ષત્રિય સવર્ણકાર ગૌરવ પુરષ્કાર અન્વયે પાલીતાણાને પોતાની કર્મભૂમિ બનાવી સેવા અર્થે સામાજિક અને રાજકીય જવાબદારી નિભાવતાં નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનાં ભાવનગર જિલ્લાના કન્વીનર તરીકેની જવાબદારી નિભાવતાં હેમાબેન કડેલની સામાજિક સેવા અને બેટી બચાવો અભિયાન ની સમાજ દ્વારા રાષ્ટ્રીય સ્તરે નોંધ લઈ ક્ષત્રિય સવર્ણકાર સમાજ મહિલા દીપ પુરષ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
આ પુરષ્કાર દરમ્યાન સમાજની અન્ય પ્રતિભા ની પણ પુરષ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ૧) મૈઢ ક્ષત્રિય સવર્ણકાર ગૌરવ પુરષ્કાર – (શોર્ય અને અદમ્ય સાહસ) મેજર જયેશ વર્મા- નાશિક, મહારાષ્ટ્ર ૨) કર્મવીર દયારામ વર્મા પુરષ્કાર(સમાજ સેવા તથા યોગ) વિજયરાજ જાંગલવા – પાલી, રાજસ્થાન ૩) પ્રો.નારાયણપ્રસાદ મૈઢ ક્ષત્રિય સવર્ણકાર પુરષ્કાર(શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન)શ્રી ચિરંજીવ સોની- મુંબઈ ૪) શ્યામલાલજી રાજેશ સહરાનપુર(યુવા પ્રતિભા પુરષ્કાર) શ્રવણ કુમાર સોની નાગોર, રાજસ્થાન આમ રાષ્ટ્રીય સ્તરે વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ કુલ પાંચ પ્રતિભાઓની પસંદગી કરવામાં આવી હતી.
આ પુરસ્કાર કાર્યક્રમ દરમિયાન હૈદરાબાદ નિવાસી સમાજ નાં રાષ્ટ્રીય આગેવાન સોહનલાલજી કડેલને વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.
આ પસંદગીથી પુરષ્કૃત થયેલા હેમાબેન કડેલને દેશની ચારે દિશાઓમાંથી સમાજ શ્રેષ્ઠીઓ તરફથી આશીર્વાદ સહ શુભેચ્છાઓ મળી રહી છે.