- ‘અબતક’ની મુલાકાત લેતા શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુકત પ્રમુખ સહિતના આગેવાનો: લોકતંત્રને મજબુત કરવા વ્યકત કરી નેમ
લોકસભાની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે કોંગ્રેસ રાજકીય જવાબદારી માટે સજજ બની ને મેદાનમાં આવવા ખાંડા ખખડાવી તૈયાર થઇ રહ્યા હોય તેમ સંગઠનમાં શકિતશાળી નેતાઓને જવાબદારી સોંપવાની શરુ કરવામાં આવી છે.રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણીની નિયુકિતએ કાર્યકરોમાં નવુ જોમ ઉભું કર્યુ.
‘અબતક’ ની મુલાકાતે આવેલ અતુલભાઇ રાજાણી, મહેશભાઇ રાજપુત, સંજયભાઇ અજુડીયા, વશરામભાઇ સાગઠીયા, નિતુલભાઇ દોંગા, જયેશભાઇ ઠાકોરે જણાવ્યું હતું કોંગ્રેસ લોકતંત્રને સશકત બનાવવાની પોતાની ફરજ મકકમ પણે નિભાવવા તૈયાર છે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાણીએ જણાવ્યું હતું કે, હું રાજકોટ શહેર કોંગ્રેસનો નાનો કાર્યકર છું. પક્ષે મને બહુ મોટી જવાબદારી આપી છે આ માટે હું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમીતી અને અમારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહજી ગોહિલ સહિતના તમામ કોંગ્રેસના નેતાઓનો આભાર વ્યકત કરુ છું. અગાઉ મારી પાસે રાજકોટ મહાનગરપાલિકા એક કે બે વોર્ડની જવાબદારી મારા શીરે છે જે પગલે હું સમગ્ર શહેરના તમામ નાગરીકોને ખાતરી આપું છું કે પ્રજાના પ્રશ્ર્નોને તાત્કાલીક ઉકેલવા માટે હર હંમેશ પ્રયત્નશીલ રહીશ. બધાને ખબર છે કે હું ઓછું બોલું છું અને કામ વધારે કરું છું. અને હવે મારે સમગ્ર શહેરના લોકોની સેવા કરવાની મને તક મળી છે ત્યારે હું દિવસ-રાત જોયા વગર લકો સમસ્યાનો ઉકેલ લાવવા અથાગ પ્રયાસ કરતો રહીશ.
રાજકોટ શહેર કોંગ્રેસના સીનીયર કોંગ્રેસ ને તમામમાર્ગદર્શન હેઠળ તમામ કોંગી આગેવાનો અને દરેક સમાજના લોકોને સાથે રાખીને ચાલીસ આગામી વિકમાં કોંગ્રેસ કાર્યાલયનું એડ્રેસ લોકોને મળી જશે અને હું નિયમિત કાર્યાલયે લોકોના અને મહાનગરપાલિકાના વ્યાજબી પ્રશ્ર્નો નિયમિત સાંભળીશ.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના નવનિયુકત પ્રમુખ પદનો કાર્યભાર સંભાળતા અતુલ રાજાણી (પૂર્વ વિપક્ષી નેતા મહાનગરપાલિકા રાજકોટ) એ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી નિયુકિત થઇ છે તમામ કોંગ્રેસના આગેવાનોને આભારી છે.
મારી નિયુકિત થતાં હું ટુંક સમયમા રાજકોટ મહાનગરપાલીકાના વોર્ડ પ્રમુખ અને શહેર કોંગ્રેસનું માળખું જાહેર કરીશ અને મારા વર્ષોથી કોંગ્રેસના વિવિધ હોદાઓ પરના અનુભવોથી કોંગ્રેસને સતત મજબુત બનાવી સંગઠન રચી ભાજપના ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડશું નવા યુવાનોને કોંગ્રેસમાં સામેલ કરી બેરોજગારીને થતાં અન્યાય, ગૃહિણીઓને સાથે રાખી મોંધવારી પ્રશ્ર્ને સરકાર સામે લડત ચલાવશું.
લાંચીયા અને ભ્રષ્ટ અધિકારીઓને અડ્ડા સમાન છે આવી કચેરીના અધિકારીની શાન ઠેકાણે લાવશું ફરીયાદો માટે હેલ્થલાઇન નંબર જાહેર કરાશે.