- મહિલાને પુત્ર જન્મના હરખ સાથે પુત્રના પિતાનો સાથ ન હોવાનો વસવસો
- નારી શક્તિની અવદશા
- યોગ્ય સમયે એસટી કર્મચારીને મદદ મળતા નોર્મલ ડિલિવરી થઈ માતા અને બાળક બંને સ્વાસ્થ્ય
ગઈકાલે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર સાંજે સાત કલાકની આસપાસ આદિવાસી મહિલા જે લોધિકા તાલુકામાં ખેત મજૂરી કામ કરતા હોય તે પોતાના વતન છોટાઉદેપુર તરફ જતા હોય ત્યારે એસ.ટી બસ પોર્ટ ના એન્ટ્રી ગેટ થી પ્લેટફોર્મ તરફ જતા હતા ત્યારે આદિવાસી સગર્ભા મહિલા ને પ્લેટફોર્મ નંબર 2 પર એકા એક પેટમાં દુ:ખાવો ઉપાડતા તાત્કાલિક સદર મહિલાને ફરજ પરના એસ.ટી ના કોન્ટ્રાક્ટ બેઝ થી કામ કરતા મહિલા કામદારો દ્વારા મદદ મળી હતી ચાદરો મંગાવી કામ ચલાઉ પ્રસુતા ગૃહ ઊભું કરી મહિલા ને ડીલેવરી કરાવી હતી. ફરજ પરના ઇન્ચાર્જ સ્ટેન્ડ ઇન્ચાર્જ સુભાષભાઈ ચાવડા તાત્કાલિક 108 બોલાવી તત્કાલીન સમયે એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ 31 ડિસેમ્બરના બંદોબસ્તમાં હોવાને પદલે હાજર ન હોય. સગર્ભા મહિલા ને કે તેના બાળકને એસ.ટી સ્ટાફ દ્વારા સમયસર મદદ મળી હતી. 108 આવતા ઇન્જેક્શન આપતા નોર્મલ ડિલિવરી થયા બાદ જનાના હોસ્પિટલમાં મહિલા અને બાળક ને મોકલવામાં આવેલ હતા બાળક અને મહિલાની તબિયત એકદમ સ્વસ્થ હતી તે મહિલાને દીકરાનો જન્મ થયો હતો. અત્યારે એ મહિલાને જ્યારે જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ત્યારે પણ માતા અને સંતાન બંને સ્વાસ્થ્ય તો છે પરંતુ તેમના પતિ તેમની પાસે કોઈ જ નથી.આપણા દેશમાં સ્ત્રીઓના અધિકારો અને રક્ષણ માટે શ્રમિક કાયદા, ભારતીય ફોજદારી ધારો, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, પુરાવા અધિનિયમ, કૌટુંબિક કાયદા, દીવાની કાયદા કે કાયદામાં ખાસ જોગવાઇઓ કરેલી છે મેટનેરી લીવ પણ મહિલાઓને આની જાણ છે ખરી?આજે આપણે મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ. મહિલા સશક્તિકરણ પર લેખો, સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમો પણ કરીએ છીએ. પરંતુ તેઓ જાણતા નથી કે, મહિલાઓ પહેલાંથી જ સશક્ત છે, તેમને સશક્તિકરણની કોઈ જરૂર નથી. તેમને ફક્ત સન્માન, સમાન દરજ્જો અને તેમની પ્રતિભા માટે એક પ્લેટફોર્મની જરૂર છે.
ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીના સામાજિક દરજ્જામાં સમયે સમયે પરિવર્તન આવતું રહ્યું છે અને એ પરિવર્તન સમાજના વિકાસના નકશાને બદલતું રહ્યું છે. જ્યારે સ્ત્રી પુરુષ સમાનતાનો વિષય હોય કે વાત હોય ત્યારે દરેક વ્યક્તિના મંતવ્યમાં એક દંભ પ્રતિત થતો હોય છે. આપણને કેન્દ્રના બજેટમાં પ્રાપ્ત થયા નથી. આજે મહિલાઓને જેટલી યોજનાની જરૂર છે તેના કરતાં વધુ જરૂર સુરક્ષાની છે. આ સુરક્ષા માત્ર સીસીટીવી કેમેરા, મહિલા પોલીસ મથક, મહિલા હેલ્પલાઈન વડે થઈ શકે નહીં.
દરેક પુરુષોમાં જ સ્ત્રી પ્રત્યેના હક અને સમાનતાની ભાવના નહીં જાગે ત્યાં સુધી આવા અનેક કિસ્સાઓ સર્જાતા રહેશે પણ વારંવાર આવા કિસ્સાઓ બનતા હોય છે તો આમાં સમાજને જાગૃત થવાની જરૂર છે કે પછી મહિલાને જ સજાગતા લાવવાની કે હવે તંત્ર જાગશે અને સમાજમાંથી આવા કિસ્સાઓ દૂર થશે .
સ્ત્રી ઉત્કર્ષ એટલે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ. સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિત્વ વિકાસ સાથે પોતાની સામે પડેલી પરિસ્થિતિ, વાસ્તવિકતા કે વ્યવહારને સમજવાની સ્વતંત્ર શક્તિ ધરાવે અને એના સંદર્ભમાં પરિસ્થિતિનો મુકાબલો કરવાની, એને વળતો પડકાર આપવાવની, નિર્ણય લેવાની, પરિસ્થિતિ ઉપર ઉઠવાની ટકી રહેવાની અને ધીરે-ધીરે પણ ચોક્કસ રીતે પ્રગતિ પામવાની સમજણ કેટલા પ્રમાણમાં ધરાવે છે પુરૂષના સ્ત્રી પ્રત્યેના વલણમાં સ્વસ્થતા, સમતુલન, તટસ્થતા, માનવતા આવે તો સ્ત્રી-પુરૂષ બંનેનો વિકાસ થતાં માનવ સમાજનો માનવીય વિકાસ શક્ય બને. સ્ત્રી-પુરૂષમાં સહજીવનની સાચી સમજણ ઉભી થાય તો માનવ વિકાસનો માર્ગ અવશ્ય ખુલ્લો થાય.
24 કલાક માટે બાળકને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યુ છે: ડો. રોશની પટેલ
અબતક સાથેની વાતચીતમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર રોશની પટેલે જણાવ્યું હતું કે રાજકોટ બસ સ્ટેન્ડે બાળકના (પુત્ર ) જન્મ બાદ 108 દ્વારા રાજકોટ સિવિલ જનન હોસ્પિટલ ખાતે માતાને અને બાળકને લાવવામાં આવ્યા હતા, હોસ્પિટલે ડોક્ટરને તપાસ કરતા બાળક અને માતાની બંનેની સ્થિતિ નાજુક હતી તે અંતર્ગત માતાની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને બાળકને પીડિયાટ્રીસન ડોક્ટર ને તપાસ કરવામાં આવી હતી બાળકને 24 કલાક માટે તેને દેખરેખ હેઠળ રાખવામાં આવેલ હતું બાળકના જન્મ સમયે બાળકનો વજન બે કિલો જેવો હતો. હાલ બાળક અને માતા ની સ્થિતિ સ્થિર છે
ડોક્ટરના મુજબ નોર્મલી હોસ્પિટલ અથવા ઘરે ડીલેવરી જોઈ છે પણ બસ સ્ટેન્ડ ની અંદર ડીલેવરી તેમનો પહેલો અનુભવ છે પણ બસ સ્ટેન્ડની અંદર પણ ડિલિવરી થવા છતાં 108 દ્વારા સરહનીય કામગીરી કરવામાં આવી હતી
વર્ષના છેલ્લા દિવસે એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે અનોખો કિસ્સો સામે આવ્યો : એટીઆઈ કિશોરસિંહ પરમાર
અબતક સાથેની વાતચીતમાં એસટી બસ સ્ટેન્ડના એટીઆઈ કિશોરસિંહ પરમાર એ જણાવ્યું કે વર્ષના છેલ્લા દિવસે બસ સ્ટેન્ડ ખાતે એક અનોખો કિસ્સો સામે આવ્યો સાંજના સમયે આદિવાસી મહિલા મુસાફરી કરી રહી હતી ત્યારે બે નંબરના પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોતા સમયે મહિલાને પેટ્રોલ નંબર બે પર જ પ્રસ્તુતિની પીડા ઉપાડતા બૂમો પડતા હતા ત્યારબાદ ફરજ પર ના ટીસી રૂમમાંથી પુરુષે આવી તપાસ કરતાં કંટ્રોલમાં ઉપર જણાવી અને સુપરવાઇઝર સુભાષભાઈ ને જણાવ્યું હતું ત્યારબાદ સુભાષભાઈ ને જાણ થતા સુભાષભાઈએ હકીકત શું છે તે જાણીને તે સમયે એસટી બસ સ્ટેન્ડ ની મા કોઈ મહિલા કર્મચારી ન હોવાથી મહિલા સફાઈ કર્મચારીઓને બોલાવી
અને કર્મચારીઓના સામાનમાંથી ચાદર લાઈને અને જગ્યાને કોર્ડન કરી અને મહિલા સફાઈ કર્મચારીઓ દ્વારા 108 ની ટીમ આવે તે પહેલા નોર્મલ પ્રસ્તુતિ કરવામા આવી ત્યારબાદ રાજકોટ સિવિલ જનોના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા