- કડાણાના રણકપુર ગામે ઝાડ પર લટકી ઉદભાઈ ડામોરે કરી આત્મહ*ત્યા
- મૃતકના મૃતદેહ પાસેથી સુસાઈટ નોટ મળી આવી
- પુત્રી માટે પ્રમાણ પત્રમાં થતા ધક્કા કરી કંટાળી આત્મહત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ
- કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
- બનાવના પગલે નાયબ મામલતદારે આપ્યું નિવેદન
દીકરી માટે જાતિનો દાખલો ન મળતા એક પિતાએ આત્મહત્યા કરી લેવાની ઘટના મહીસાગર જિલ્લામાં બની છે. મહીસાગરના કડાણાના રણકપુર ગામે જાતિનો દાખલો અંગ્રેજીમાં ના મળતા પિતાએ આત્મહત્યા કરી મોત વ્હાલું કર્યું. ધક્કા ખાવા છતાં યોગ્ય ન્યાય ન મળતા પિતાએ જીવન ટૂંકાવ્યું. પિતાના મૃતદેહ પાસેથી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં નાયબ મામલતદાર, મામલતદાર ત્રાસ આપતા હોવાનો આરોપ મૂકાયો છે અને મામલતદારના ત્રાસને કારણે આત્મહત્યા કર્યાનો આરોપ લગાવાયો.
કડાણા તાલુકાના રણકપુર ગામમાં, જાતિ પ્રમાણપત્ર ન મળતાં એક પિતાએ આત્મહત્યા કરી લીધી. રાણકપુર ગામના ડામોર ઉદાભાઈએ પોતાની પુત્રી માટે અંગ્રેજી જાતિ પ્રમાણપત્ર માટે અરજી કર્યા પછી તેમને પ્રમાણપત્ર ન મળ્યું .પુત્રી ધ્રુવિષાના પ્રમાણપત્ર માટે અનેક વખત દબાણ કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતાં ઉદાભાઈએ આત્મહત્યા કરી લીધી. ડામોર ઉદાભાઈ દ્વારા કડાણા મામલતદારના અવાર નવાર ધક્કા ખાતા અંતે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ડામોર ઉદાભાઈ પાસેથી સ્યૂસાઈડ નોટ (suicide note) પણ મળી આવી છે, જેમાં નાયબ મામલતદાર તેમજ મામલતદાર ત્રાસ આપતા હોવાને લઈ જીવન ટૂંકાવ્યાનો ઉલ્લેખ કરાયો છે.
તો બીજી તરફ, અનેક પુરાવા આપવા છતાં એક મહિનાથી સતત ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે. ત્યારે મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ નોંધાવા પરિવાર અને સ્થાનિક લોકોએ માંગ કરી છે. વિશ્લેષણ સમિતિના તમામ પુરાવા આપવા છતાં પણ પરિવારને દાખલો ન મળતા પરિવારનાં મોભીએ આત્માહત્યા કરી. ઉદાભાઈ ડામોર કડાણા પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી વિભાગમાં નોકરી કરતા હતા. આખરે પોતાની દીકરીને નોકરી માટે અંગેજી દાખલાની જરૂર હોવાને લઈ ન મળતાં મોતને વ્હાલુ કર્યું. સરકારી બાબુઓ સામે જંગ હારી જતા તેમણે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.
આ અંગે પરિવાર પાસે ગુજરાતી જાતિનો દાખલો હોવાનું રટણ જ્યારે મામલતદારમાં તે દાખલો ન મૂકતા હોવાનું મામલતદારનું રટણ કર્યું. મામલતદાર કચેરીમાં જે પુરાવા માંગ્યા હતા, તે પુરાવા ન મુકતા તેઓને પાછા મોકલ્યા હતા.