કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકશાન સંદર્ભે ખેડૂતોની નિરાશા દૂર કરવા સરકાર દ્વારા સમયાનુસાર સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ
કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે જે પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજયના ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો કર્યા છે ખેડૂતોના પડખે ખભેખભો મીલાવવા અમારી સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે.
રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં ફેરફારને કારણે માર્ચ-2023 માસમાં કમોસમી વરસાદ ધણા જિલ્લાઓમાં નોંધાયેલ છે તથા ખેડૂતોના પાકને નુકશાનના અહેવાલો મળેલ છે. કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલ નુકશાન સંદર્ભે ખેડૂત આલમમાં વ્યાપેલ નિરાશા દૂર કરવા અમારી સરકારે સમયાનુસાર કાર્યવાહી હાથ ધરી છે.
કમોસમી વરસાદની પરિસ્થિતિ બાબતે કમોસમી વરસાદ નોંધાયેલ તથા અસરગ્રસ્ત જિલ્લાઓની પ્રાથમિક માહિતી આપવામાં આવેલ.જેમાં સ્ટેટ ઇમરજેન્સી ઓપેરશન સેંટર (સ્ટેટ કંટ્રોલ રૂમ) ગાંધીનગર, દ્વારા નોંધાયેલ આંકડા મુજબ તા.04/03/ 2023 થી તા.09/03/2023 સુધી રાજ્યમાં 27 જિલ્લાના 107 તાલુકામાં નોધાયેલ હતો. ત્યારબાદ બીજા તબક્કામાં તા.14/03/2023 થી તા.24/03/2023 સુધીમાં 31 જિલ્લાના 171 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલ છે.બન્ને તબ્ક્કા દરમીયાન કુલ 24 જિલ્લાના 70 તાલુકાઓમાં 10 મી.મી.થી વધુ વરસાદ નોંધાયેલ છે.
તેમણે ઉમેર્યુ કે,બન્ને તબક્કાની વરસાદની વ્યાપકતા અને હવામાન ખાતા ઈંખઉની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય મંત્રીએ તમામ જિલ્લાના જિલ્લા કલેકટરઓ સાથે તારીખ:19/03/2023 ના રોજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી વિગતવાર સમીક્ષા કરી અસગ્રસ્ત વિસ્તારમાં સતત મોનીટરીંગ કરવા તેમજ જરૂર જણાય નુકશાનગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરી ધટતા પગલાં લેવા સૂચના આપી છે.
આ કમોસમી વરસાદ અન્વયે આગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણના લેવાના થતાં પગલાઓ અંગે એગ્રો એડવાઈઝરી દરેક જીલ્લા કક્ષાએથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમજ બહોળા પ્રચાર પ્રસાર દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે. મંત્રી એ ઉમેર્યું કે,હાલના તબક્કે રાજયના અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરીયાત ઉભી થતા પાક નુકશાની સંદર્ભે વિગતવાર સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વિગતવાર સર્વેમાં જો નુકશાની ધ્યાને આવે તો રાજ્ય સરકારશ્રી જેમ અગાઉ ના વર્ષોમાં ખેડુતોના હિતમાં કરેલ નિર્ણય મુજબ આ કિસ્સામાં પણ સહાય માટેની વિચારણા કરવામાં આવશે તે મુજબ માન. કૃષિ મંત્રીશ્રી દ્વારા વિધાનસભા ગ્રુહ ના સભ્યોને જણાવેલ છે.વધુમાં કુદરતી આપત્તિ તથા પાક નુકસાનીની તીવ્રતા અને માત્રા ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા ભુતકાળના વર્ષોમાં કુલ 10,000/- કરોડથી પણ વધુની સહાય ચુકવેલ જેમાં જઉછઋ નોર્મસ ઉપરાંત રાજય બજેટ માંથી પણ સહાય જાહેર કરવામાં આવેલ હતી. જે બાબતની પણ પાક નુકશાનીમાં તીવ્રતા ધ્યાને લઈ ચાલુ કમોસમી વરસાદ અંતર્ગત વિચારણા હાથ ધરવામાં આવશે.