બ્રાન્ડેડ નહી પરંતુ કલાકરો પાસેથી જરૂરીયાતની વસ્તુ ખરીદી તેમને પ્રોત્સાહન પૂરું પાડવા મંત્રીની અપીલ
રેસકોર્ષ રાષ્ટ્રીય હસ્તકલામેળો-૨૦૧૮નો કુટિર ઉદ્યોગ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કલાકરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકળાઓ જોઈ કલાકરોની કલાને બિરદાવતા જણાવ્યું હતું કે, પરંપરાગત હસ્તકલાને જીવંત રાખવામાં હસ્તકલા મેળા મદદરૂપ બનતા હોય છે. વિવિધ હસ્ત કળાઓ ત્યારે જ જીવંત રહેશે જયારે આપણે જીવનજરૂરી ચીજ વસ્તુઓ માત્ર બ્રાન્ડેડ નહી પરંતુ કલાકરો પાસેથી સીધી ખરીદી તેમની આજીવિકામાં મદદરૂપ બનવા ભારપૂર્વક મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ તકે કુટિર ઉદ્યોગ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે હસ્તકલા મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી હસ્તકલા સાથે સંકળાયેલા કારીગરોને આજીવિકા માટે પ્રોત્સાહક પ્લેટફોર્મ મળી રહ્યાનું આ તકે મંત્રી જયેશભાઈએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇન્ડેક્ષ્ટ સી એ સમયાંતરે દેશના જુદા જુદા સ્થળોએ આ પ્રકારના હસ્તકલા મેળાનું આયોજન કરે છે. આ મેળાઓ યોજવા પાછળ તેઓનો ઉદેશ કુટીર અને ગ્રામોદ્યોગ સાથે જોડાયેલ વ્યકતીગત કારીગરો, મંડળીઓ , સ્વસહાય જૂથો, અને કલસ્ટર્સને સીધું બજાર પુરૂ પાડી પ્રોત્સાહિત કરવાનો છે. આ મેળો તા. ૧૧મી મેથી ૨૦મી મે એમ કુલ ૧૦ દસ દિવસ ચાલશે.
આ તકે મેયર ડો. જૈમાનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી. એમ. પ્રજાપતિ ઇન્ડેક્ષ્ટસી ના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કલાકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંહ તુ કે સમાજમાં વધારેને વધારે લોકોને રોજગારી મળે તે પ્રકારનું આયોજન વિજયભાઈ રૂપાણી સરકારે કર્યું છે. તેમના પ્રસાર અને પ્રચાર અર્થે સારામાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેમાટે શિક્ષણને અને સાથી મંત્રી જયેશ રાદડીયાને અભિનંદન આપું છું વ્યકિતગત હુનર અને તેમાંથી જીવ જરીયાત વસ્તુઓની સ્ટોરમાં અનેક ગણી કિંમત ચૂકવી પડે જયારે તે જ વસ્તુ અહી સસ્તા ભાવે મળે તે માટે રાજય સરકારે વ્યવસ્થા કરી છે.
ત્યારે તમારા માધ્યમથી લોકોને મુલાકાત લેવા કહું છું જીવન જરીયાતની વસ્તુમાં માટી કામ, ભરતકામ, ગુંથણ કામ, ચર્મ ઉદ્યોગ જેવી અનેક વસ્તુઓ અહીથી લેવા કોઈને રોજી રોટી મળે છે તેવા પ્રકારનાં આ પ્રદર્શન ઉદઘાટન કરતા હું અને મારા સાથી મંત્રી અને મેયર હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આ પ્રદર્શન દર વર્ષ થાય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે. આગામી ૧૦ તારીખ સુધી પ્રદર્શન ચાલશે પોતાની નજર સમક્ષ વસ્તુનું ઉત્પાદન થાય છે તેના માટે સ્વસહાય જૂથ, સખી મંડળ, દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. અને રાજય સરકાર દ્વારા પણ એમાઉન્ટ આપવામાં આવે છે.પોતાના પગ ઉપર ઉભા રહે તે માટે રાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગો ફરીથી બેઠા થાય તે માટેનું આ આયોજન હું બિરદાવું છું અને એક સવાલ એ પણ છે કે સમાજ લોકોએ અહી આવીને ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ ઘરવખરી મોજશોખની તમામ વસ્તુઓ મળે છે. તેથી ખરીદી કરવી જોઈએ.
જયેશ રાદડીયા ગૃહ ઉદ્યોગ મંત્રી અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાષ્ટ્રીય હસ્તકલા મેળો રાજકોટનાં આંગણે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે રાજકોટના પ્રભારી અને સિનીયર મંત્રી ભુપેન્દ્રસિંહના હસ્તે આ મેળાને ખૂલ્લો મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતુ કુટીર ઉદ્યોગ દ્વારા એવા નાના નાના ઉદ્યોગો કે જે ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાનાં વિસ્તારમાં રહે છે. અને પોતે હસ્તકલાની જે વસ્તુ બનાવે છે તેના ઉપર પરિવારનું ગુજરાન ચાલે છે. રાજયમાં અને રાજયની બહાર મેળાઓ કરી પ્રોત્સાહન મળે તે માટે સરકાર પણ મદદ કરે છે. સરકારનો મુખ્ય હેતુ લોકોને રોજગારી આપવાનો છે.નાના ઉદ્યોગકારો અને બહેનો પોતાની રીતે વસ્તુ બનાવીને જે પ્રદર્શન કર્યું છે.તે અભિનંદન પાત્ર છે. આનાથી આપણી સંસ્કૃતિ પરંપરા અને આપણો વારસો પરંપરાગત જળવાઈ રહે તેવો સરકારનો પ્રયાસ છે બહેનો સહભાગી થયા છે.તે અભિનંદનને પાત્ર છે. ગુજરાતની અસ્મિતા ઝળવાઈ રહે અને રોજગારી મળે તે દિશામાં પ્રયત્ન છે.તેમાં દિવસે દિવસે રાજય સરકારને સફળતા મળી રહી છે.
રાજયમાં અને રાજયની બહાર પણ કુટીર ઉદ્યોગને અપગ્રેડ કરવાની સરકાર હરહંમેશ પ્રયત્ન કરે છે. આ રીતનાં મેળાઓ કરી તેમને પ્લેટફોર્મ પૂરૂ પાડવાનું રાજય સરકાર પ્રયાસ કરી રહી છે. ગયા વષૅ કરતા આ વર્ષ વધારે નવીન આઈટમોનો પણ સમાવેશ થયો છે. જેથી ત્યાં તે લોકોને માર્કેટ મળે ત્યારે તેઓ જોડાતા હોય છે. અને તેમની બધી વસ્તુઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com