એક અનોખા સેવાભાવી મહિલા દુરૈયાબેન મુસાણી: કોરોના કાળમાં ય બુરખામાંથી ફ્રોક બનાવવાનું ચાલુ રાખી જરૂરતમંદોને આપ્યા

કેટલાક લોકો એવા હોય છે જે ગરીબોની સેવા કરવા સદા તત્પર હોય છે આવા જ એક સેવાભાવી મહિલા દુરૈયાબેન મુસાણી છે ગરીબોની સેવા માટે તત્પર હોય છે. દામન મેં આંસુઓં કા ઝખીરા ન કર અભી, યે સબ્ર કા મકામ હૈ ગિર્યા ન કર અભી દુનિયા પે અપને ઈલ્મ કી પરછાઈયાઁ ન ડાલ, એ રોશની-ફરોશ અંધેરા ન કર અભી રાજકોટની એવા માનૂની જેણે સેવાની ઉદારતા સાથે બેરોજગારી જેવી સમસ્યાનો પણ હાથવગો ઉપાય શોધી કાઢ્યો જ્ઞાતિ, જાતિનો ભેદભાવ જોયા વગર સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરનારા દુરૈયાબેન છેલ્લા 15 વર્ષથી શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં રાખડી મોકલે છે. આ અંગે તેમણે જણાવ્યું કે મારી સેવાકીય પ્રવૃત્તિઓમાં મને મારા પોલીસ ભાઈઓનો સહકાર મળે છે અને ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આ ભાઈઓ તેમના વતનથી દૂર રહેતા હોય અને ફરજ પર હોવાના કારણે બહેન પાસે રાખડી બંધાવવા જઈ શકતા ના હોય તો તેવા ભાઈઓના હાથમાં રાખડી બંધાઈ જાય તે આશયથી છેલ્લા 15 વર્ષથી રાખડી બાંધુ છું અને રક્ષાબંધનના આગલા દિવસે જ રાખડી બાંધી આપુ છું.બાળપણથી જ પરિવારે વાત શીખવાડી હતી કે તમારી પાસે રહેલ વસ્તુથી તકવંચીત લોકોને ખુશી મળતી હોય તો તેઓને આપી દેવી. આ જ વાતને હંમેશા યાદ રાખી આજે રંગબેરંગી બુરખામાંથી બાળકીઓ માટે ફ્રોક બનાવીને વિતરણ કરી રહી છું. આ શબ્દો છે, રાજકોટમાં રહેતા સામાજિક કાર્યકર દુરૈયાબેન મુસાણીના.દુરૈયાબેને તેમની આ પ્રવૃત્તિ વિશે જણાવ્યું કે, જ્યારે તકવંચીત બાળકીઓને જોઉ છું, તો તેમના માટે કંઈક કરવાનું મન થાય છે. મારી પાસે તો વસ્તુઓ ખરીદવા માટે પૂરતા નાણા છે અને હું વસ્તુઓ ખરીદવા માટે સક્ષમ પણ છું પરંતુ આવા લોકોનું શું ? કે જેમને તકનથી મળતી ? પછી મને એવો વિચાર આવ્યો કે મારી પાસે રહેલા બુરખામાંથી આવી બાળકીઓ માટે ફ્રોક બનાવું. જેથી એમની જરૂરિયાત પણ પૂરી થઈ શકે અને મેં આ પ્રવૃત્તિ શરુ કરી. બાદમાં મેં અમારા સમાજના એટલે કે વ્હોરા સમાજની અન્ય મહિલાઓને મારો આ વિચાર જણાવ્યો અને તે મહિલાઓએ પણ તેમની પાસે રહેલા વધારાના બુરખા મને આપ્યા અને બાળકીઓ માટે ફ્રોક બનાવવામાં મદદરૂપ બન્યા.લોકડાઉનના સમયમાં પણ અમારી આ પ્રવૃત્તિ ચાલુ રહી હતી અને 2500 જેટલા ફ્રોકનું વિતરણ કર્યું. અમારી સાથે આ પ્રવૃત્તિમાં જોડાયેલા તમામ મહિલાઓ ગૃહિણીઓ છે. જે અન્ય નોકરી કે અન્ય કંઈ કરતા નથી પરંતુ આ પ્રવૃત્તિમાં જોડાઈને ખૂબ જ ખુશ છે. લોકડાઉનના સમયમાં અમે જ્યારે ફ્રોક વિતરણ કરવાનું નકકી કર્યું ત્યારે વતન પરત ફરતા શ્રમિકોના પરિવારોની બાળકીઓને ફ્રોકની સાથે સાથે ફૂડ પાર્સલ પણ આપ્યા હતા. આ ફ્રોક અમે એવા મહિલાઓને બનાવવા માટે આપ્યા હતા કે જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને જેમને કામની જરૂર હોય જેથી એવી મહિલાઓને કામ મળી રહે અને અમને અમારી ઈચ્છા મુજબના ફ્રોક મળે. અમે ફ્રોક બનાવવા માટે એક ફ્રોક દીઠ રૂા.25 ચૂકવીએ છીએ. આ તમામ ખર્ચ અમે પોતે જ કરીએ છીએ. હાલમાં અમારી આ પ્રવૃત્તિને ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. મે બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. પહેલા હું ટ્યુશન કરાવતી હતી અને બાળકોની જે ફી આવતી હતી તેનો ઉપયોગ પણ સામાજિક પ્રવૃત્તિઓમાં જ થતો હતો. આ તમામ પ્રવૃત્તિઓમાં મને મારા પરિવારનો પૂરો સહકાર છે. બાળપણથી જ શીખવાડવામાં આવ્યું છે કે તમારી પાસે જે રહેલું છે તેમાંથી અન્યને મદદ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.