વાણીજયવેરા અધિકારીઓ માર્ગદર્શન આપવા સજજ: જોઇન્ટ કમિશનર લાડુમોર    

રાજકોટ જી.એસ.ટી. આજરાતથી લાગુ પડવા જઇ રહ્યં છે. ત્યારે સરકારી અધિકારીઓ જીએસટીને લઇને સજજ છે. સરકારી અધિકારીઓને જીએસટી માટે પુરતી માહીતી તથા તાલીમ પુરી પાડવામાં આવી છે. અને હજુ પણ જે સમસ્યા આવે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને માર્ગદર્શન પુરુ પાડવામા: આવી રહ્યું છે. એવું જોઇન્ટ કમિશ્નર લાડુમોર દ્વારા અબતકને જણાવ્યું હતું.

વેપારીઓમાં ચોકકસ પણ રોષની લાગણી જોવા મળે છે, પણ જીએસટીથી વેપારીઓને પણ ઘણા ફાયદા થે. અને બધા વેપારીઓએ જીએસટીને લઇને વધુ અભ્યાસ કરવાની જ‚ર છે. વનનેશન વન ટેકસ ની અંદર જયારે જીએસટી ની વાત કરીએ તો ભારત એક વિશાળ અને લોકશાહી દેશ છે. માટે ભારતને અલગ અલગ ટેકસ ના સ્લેબ નીચે આવરી લેવામાં આવી છે. આગામી દિવસોમાં વેપારીઓને મુશ્કેલી ના પડે તે માટે સરકારી અધિકારીઓ હેલ્પ ડેસ્ક પણ રાખશે. અને વેપારીઓને ત્યાંથી પુરતી માહીતી તથા માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવશે. જી.એસ.ટી. ને મઘ્યમ વર્ગીય લોકોમાં પણ ભયનો માહોલ છે. પરંતુ મઘ્યમ વર્ગીય લોકોની જીવન જરુરીયાતની વસ્તુ ટેકસ ફી અથવા પટકા ના સ્લેબમાં રાખવામાં આવી છે. જેથી મોંધવારીનહી વધે. આ તમામ પ્રશ્ર્નોના નિવારણ માટે વાણીજયવેરા અધિકારીઓ દ્વારા ઝીણવટ પૂર્વકની માહિતી આપી વેપારીઓની જી.એસ.ટી. માટેની સુગ દુર થાય તે આવશ્યક છે ત્યારે અધિકારીઓનો આ પ્રયત્ન કેટલો રંગ લાવે છે તેજોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.