ભાજપ અગ્રણી રાજભા જાડેજાની માંગણી
ધ્રોલ તાલુકામાં વધુ પડતા વરસાદના કારણે ધ્રોલ તાલુકાના મોટા ભાગના ગામોમાં ખેતીની જમીનમાં થયેલ ૮૦ થી ૮૫% જેટલું વાવેતરનું ધોવાણ થયેલ છે. તેમજ બંધ અને પાળા પણ તૂટી ગયેલ છે. નીચાણવાળા વિસ્તારોમાં મકાનમાં તેમજ ખેતરોમાં રહેલ અનાજ, તલ, જીરૂ તથા કપાસ, ચણા વગેરે ખેત પેદાશો પલડી જવાથી સડી ગયેલ છે તેમજ ઘર વખરીના સામાનમાં પણ નુકસાની થયેલ છે એટલું જ નહિ પણ પશુધનનું પણ ખુબજ મોટું નુકસાન થયેલ છે તેમજ નાના મોટા ચેક ડેમો પણ તૂટી ગયેલ છે. તો સર્વે કરાવી તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરાવવા રજૂઆત કરાય છે.
ધ્રોલ તાલુકામાં થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વ કરાવી ખેડૂતોને તેમનું યોગ્ય વળતર ચૂકવાય તેમજ ખેતીના ધોવાણ થતા પાકવિમાં ની રકમ તુરંત ખેડૂતોને મળી રહે તેવી વ્યવસ્થા કરવા રાજભા જાડેજા દ્વારા રજૂઆત કરાય છે.