હેલ્મેટ જવાથી માથુ “સલામત

ગુજરાતમાં અકસ્માતમાં મોતના કિસ્સામાં ૩૦ ટકા ભોગ ટુ-વ્હીલર ચાલકોના લેવાયા

હેલ્મેટ પહેરવા મામલે ટુ-વ્હીલર ચાલકોની હાલાકી અને હાડમારીની વ્યાપક ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ગઈકાલે હેલ્મેટમાંી મુક્તિ આપવાનો નિર્ણય લીધો હતો. ૨૦૦૫માં હાઈકોર્ટે આપેલા ચુકાદા બાદ પણ સરકારને આ નિર્ણય લેવાની ફરજ લોકોની પરેશાનીના કારણે પડી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ૨૦૦૫માં મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૨૯ મુજબ ટુ-વ્હીલર ચાલકને જાહેર સ્ળોએ હેલ્મેટ પહેરવું ફરજીયાત હોવાનો ચુકાદો આપ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પગલે રાજ્ય સરકારે સમયાંતરે હેલ્મેટના કાયદાની અમલવારી શ‚ કરી હતી. જો કે, ત્યારબાદ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટનો અમલ કર્યો હતો. આ એકટનો અમલ કેન્દ્ર સરકારે સુધારા-વધારા સો કર્યો હતો. અમલવારીના પગલે લોકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. સરકાર સુધી અનેક ફરિયાદો પહોંચાડવામાં આવી હતી. જેી સરકારે પહેલા હેલ્મેટના કાયદામાં અહદઅંશે રાહત આપી હતી. પરંતુ ત્યારબાદ ગઈકાલે ગાંધીનગરમાં મળેલી કેબીનેટ બેઠકમાં લોકોને હેલ્મેટની માાકૂટમાંી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો હતો.

7537d2f3 4

અહીં નોંધનીય છે કે, માર્ગ અકસ્માતમાં મોતના કિસ્સામાં ટુ-વ્હીલર ચાલકનો સૌી વધુ ભોગ લેવાય છે. વર્ષ ૨૦૧૮ દરમિયાન ગુજરાતમાં કુલ ૭૯૯૬ લોકોએ માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવ્યા હતા. જેમાં કુલ ૩૦ ટકા એટલે કે, ૨૩૬૪ જેટલા ટુ-વ્હીલર ચાલકો હતા. આ કારણે સરકાર દ્વારા હેલ્મેટ ફરજીયાત બનાવવામાં આવ્યું હોવાનો તર્ક છે. તાજેતરમાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર ગુજરાતમાં અકસ્માતના કારણે મૃત્યુ પામેલા ૨૩૬૪ ટુ-વ્હીલર ચાલકોમાંી ૯૮૪ ચાલકોએ તો હેલ્મેટ પહેર્યું જ નહોતું. જ્યારે ૫૮૮ મૃતકો ટુ-વ્હીલરની પાછળ બેઠેલા હતા. એકંદરે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા ચાલકોના મોતનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.

૨૦૧૮ના આંકડા મુજબ આખા દેશમાં અકસ્માતમાં મોતના કિસ્સામાં ૨૮ ટકા મૃતકો એટલે કે ૪૩૬૧૪ મૃતકો એવા જેણે હેલ્મેટ પહેર્યું નહોતું.

જે પૈકીના ૨૮૨૫૦ મૃતકો ખુદ ચાલક હતા જ્યારે ૧૫૩૬૪ મૃતકો તેમની પાછળ બેઠેલા હતા. ગુજરાતની વાત કરીએ તો આવા અકસ્માતમાં યુવાનોની મોતની ટકાવારી વધુ છે. ૧૮ ી ૩૫ વર્ષના મૃતકોની સંખ્યા ૪૦૧૨ સુધીની છે. જ્યારે ૧૮ ી ૨૫ વર્ષના મૃતકોની સંખ્યા ૧૬૯૮ રહી છે. આંકડા પરી ફલીત ાય છે કે, ટુ-વ્હીલર ચાલકો સો અકસ્માતમાં મોતના કિસ્સા વધી રહ્યાં છે. વર્ષ ૨૦૧૬માં ૧૮૯૩, વર્ષ ૨૦૧૭માં ૨૦૩૮ જ્યારે વર્ષ ૨૦૧૮માં ૨૩૬૪ ટુ વ્હીલર ચાલકોના મોત ગુજરાતમાં યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.