ધૂળ ચડી ગયેલા હેલ્મેટને ખંખેરીને થઇ જાવ તૈયાર …
રાજ્યમાં અકસ્માતથી થતા મોતનું પ્રમાણ ચિંતાજનક સ્થિતિએ પહોંચતા ફરી હેલ્મેટની ઝુંબેશ છેડવા પોલીસ મહાનિર્દેશકનો આદેશ : આજથી ૨૦ સપ્ટે. સુધી ચાલશે હેલ્મેટ ડ્રાઇવ
રાજ્યમાં રોડ અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે આ મામલે સરકાર હરક્તમાં આવી છે. જેથી પોલીસ દ્વારા આજથી ૨૦ સપ્ટેમ્બર સુધી હેલ્મેટની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે ફરી ઉહાપોહ મચે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજ્યમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો અકસ્માતોમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર આજથી એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે ૯ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા છે. એટલે જો આજથી કોરોનાકાળમાં મોઢા પર માસ્ક અને માથા પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે. જો આજથી હેલ્મેટ પહેર્યા વગર બહાર નિકળ્યા તો તમારું ખિસ્સું હળવું થઈ શકે છે. ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે.
ગુજરાત પોલીસ આજથી મેગા ડ્રાઈવ કરવા જઈ રહી છે. જેના કારણે સ્ટેટ ટ્રાફિક બ્રિગેડમાંથી પોલીસ અધિકારીઓને પત્ર મોકલવામાં આવ્યા છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખીને વિશેષ ડ્રાઈવ કરવા આદેશ અપાયા છે. રોજની કામગીરીનો અહેવાલ મેઈલથી મોકલવા આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્ય પોલીસ આજથી એક્શનમાં આવી છે અને ટ્રાફિકના નિયમનની સુયોગ્ય અમલાવરી કરાવવા અને તમામ નિયમોનું પાલન થાય તે અંતર્ગત મેગા ડ્રાઈવ યોજવા જઈ રહી છે. જેમાં તા ૦૯-૦૯-૨૦૨૦થી તા ૨૦-૯-૨૦૨૦ સુધી એક્શનમાં છે. અને હેલ્મેટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધુ છે. જેમાં સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફ્ટી અંગેની કામગીરીની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં હેલ્મેટ નહી પહેરવાના કારણે અકસ્માતોમાં મૃત્યુદર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઘણા લોકો હેલ્મેટ પહેર્યા વગર નિકળી પડે છે, ત્યારે આ બહાદુરોને ઝડપીને આકરો દંડ ફટકારવાની તૈયારી છે. માટે હવે હેલ્મેટ પહેર્યા વગર ફરતા લોકો સાવધાન થવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસની વિશેષ ડ્રાઇવ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પ્રજા પાલન કરે તે મહત્વનું છે.
શહેરી વિસ્તાર કરતા હાઇવે ઉપર ચેકીંગ કડક બનાવવાની જરૂર
પોલીસ દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટનું સઘન ચેકીંગ કરવામાં આવે છે. જેની સામે પ્રજામાં ભારે નારાજગી છે. કારણકે લોકો એવો બચાવ કરી રહ્યા છે કે ઘરથી માત્ર એક- બે કિમીનું અંતર બાઇક કે સ્કૂટર ઉપર કાપવું હોય તો હેલ્મેટની શુ જરુર અને સિટી એરિયામાં વાહનની સ્પીડ પણ ઓછી હોય કોઈ જોખમ રહેતું નથી. વધુમાં લોકો એવું પણ જણાવી રહ્યા છે કે પોલીસ શહેરી વિસ્તારમાં કાફલા ખડકીને સઘન ચેકીંગ ચલાવે છે તેને બદલે હાઇવે ઉપર આ પ્રકારનું ચેકીંગ કરે તે જરૂરી છે. કારણકે હેલ્મેટ પહેરવાની ખાસ જરૂર હાઇવે ઉપર રહે છે.